Varanasi,તા.16
દેવાધિદેવ કાશીમાં બધા તીર્થ, બધા દેવતા અને ગંધર્વોનું સ્થાન છે. કાર્તિક પૂર્ણિમા સાથે જોડાયેલી માન્યતાઓ મુજબ દેવતાઓ આ દિવસે સ્વર્ગ લોકથી ધરતી પર ઉતરે છે.દેવતાઓના સ્વાગત માટે આ દિવસે ચંદ્ર આકાશને રોશનીથી ભરી દે છે તો કાશીવાસીઓ ધરતીને ઝળહળતા દીપોથી ઝગમગ કરી દે છે.
શુક્રવારે પણ આવુ જ દ્રશય સર્જાયુ હતુ. જયારે દેવ નદી ગંગાનાં બન્ને કિનારા પર દીપમાળાઓની ગંગા પ્રવાહીત થઈ હતી. વિશ્ર્વ પ્રસિધ્ધ કાશીની દેવ દિવાળીની પુરી દુનિયા આતુરતાથી રાહ જોઈ રહી હતી.
સાંજે 6.05 વાગ્યે નમો ઘાટ પર ઉપ રાષ્ટ્રપતિ જગદીશ ધનખડ તેમના પત્નિ ડો.સુદેશ ધનખડ, રાજયપાલ આનંદીબેન પટેલ, પેટ્રોલીયમ મંત્રી હરદીપસિંહ પુરી અને મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે પાંચ-પાંચ દીવા પ્રગટાવીને મહોત્સવનો આરંભ કરાવ્યો હતો.આ તકે ગંગા આરતી બાદ ચેતસિંહ ઘાટ પર લેસર શોએ આકર્ષણ જગાવ્યુ હતું.