Karthik Aaryan ની હોરર-કોમેડી ફિલ્મ ભુલભુલૈયા-3 ની રિલીઝ ડેટ આવી સામે

Share:

Mumbai,તા,13

સ્ત્રી 2 પછી, બીજી હોરર-કોમેડી ફિલ્મ આ વર્ષે સ્ક્રીન પર આવવા જઈ રહી છે. દર્શકો લાંબા સમયથી કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 3’ની રાહ જોઈ રહ્યા છે. હવે આખરે ફિલ્મની રિલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. ટી-સિરીઝના હેડ ભૂષણ કુમારે ‘ભૂલ ભૂલૈયા 3’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે.

‘ભૂલ ભુલૈયા 3’ પહેલા તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે અને તે જ ટ્રેલર લૉન્ચ દરમિયાન ભૂષણ કુમારે ખુલાસો કર્યો હતો કે, કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ આ વર્ષે દિવાળીના સમય પર રિલીઝ થશે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે? 

‘ભૂલ ભુલૈયા 3’ની રિલીઝ ડેટની જાહેરાત કરતા ભૂષણ કુમારે કહ્યું કે, ‘હું એટલું જ કહીશ કે અમે 1લી નવેમ્બરે ‘ભૂલ ભુલૈયા 3’ લાવી રહ્યા છીએ. આ સિવાય ભૂષણ કુમારે એ પણ જણાવ્યું કે ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ની સિક્વલ પણ બની રહી છે.

‘ભૂલ ભુલૈયા 3’ની ટક્કર ‘સિંઘમ અગેન’ સાથે

હત્વનું છે કે,’ભૂલ ભૂલૈયા 3′ બોક્સ ઓફિસ પર અજય દેવગનની ‘સિંઘમ અગેન’ સાથે ટકરાશે. રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’ પણ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટની જો વાત કરીએ તો રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર અને કરીના કપૂર પણ જોવા મળશે. ‘ભૂલ ભુલૈયા 3’માં કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી લીડ રોલમાં હશે. આ સિવાય વિદ્યા બાલન, માધુરી દીક્ષિત, વિજય રાજ અને રાજપાલ યાદવ પણ ફિલ્મમાં મહત્વના રોલ પ્લે કરતાં જોવા મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *