Karisma ની આ વાતથી બેબો બહુ ખીજાતી, બોલિવૂડમાં ‘લોલો’ના પહેલા પ્રેમ વિશે ફોડ પાડ્યો

Share:

Mumbai,તા,09

ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ માં કરિશ્મા કપૂર અને કરીના કપૂર આમ તો ઘણી વખત હાજરી આપી ચૂકી છે પરંતુ આ વખતે પહેલીવાર બંને બહેનો સાથે નજરે પડશે. અપકમિંગ એપિસોડમાં બંને કપિલ અને બાકી કાસ્ટની સાથે મોજ-મસ્તી કરતી તો નજર આવશે જ સાથે વાત-વાતમાં કરીના, કરિશ્માનું એક સિક્રેટ ઉજાગર કરતી પણ નજર આવશે, જેને સાંભળીને લોલોને વિશ્વાસ થતો નથી.

કરીનાએ સૈફને પ્રપોઝ કર્યું હતું

‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ ના પ્રોમોની શરૂઆત કરિશ્મા અને કરીનાના ડાન્સથી થાય છે. તે બાદ કપિલ, કરીનાને પૂછે છે કે કોણે પહેલા પ્રપ્રોઝ કર્યુ હતું તે કે સૈફે? કરીના કહે છે કે ‘હું સૈફને લાઈક કરું છું. સૌને ખબર છે કે હું મારી ફેવરિટ છું.’ ત્યાર પછી કરિશ્મા, કરીનાની તે વાતનો ખુલાસો કરે છે, જેનાથી બેબો બાળપણમાં મોટી બહેન લોલોથી ખીજાઈ જતી હતી.

કરિશ્માની આ વાત પર ખિજાતી હતી કરીના

કરિશ્માએ જણાવ્યું કે ‘એવી ઘણી ફિલ્મો છે, જે મે બાળપણમાં કરીનાને બતાવી. હું કરીનાને તે મૂવી જોવા માટે મોકલતી હતી, જે હું ઈચ્છતી હતી કે મારી બહેન જોવે. બાદમાં જ્યારે કરીના પાછી આવતી હતી તો ગુસ્સામાં કહેતી હતી કે શું બેકાર મૂવી જોવા માટે મને મોકલી દીધી હતી.

કરીનાએ જણાવ્યું કે કરિશ્માનો પહેલો ક્રશ કોણ છે

કપિલે કરીનાને પૂછ્યુ કે બોલિવૂડમાં કરિશ્મા કપૂરનો પહેલો ક્રશ કોણ છે. તો બેબોએ તરત જ જવાબ આપ્યો કે સલમાન ખાન, કરિશ્માનો પહેલો ક્રશ રહ્યાં છે. બેબો દ્વારા પોતાના સિક્રેટને ખોલતાં જોઈ લોલોને વિશ્વાસ થયો નહીં કે તેની બહેને તેની આ પોલ ખોલી દીધી. બાદમાં કરીનાને ખબર પડી કે તેણે શું ભૂલ કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *