નવી પેઢીની કરીના એટલે ‘Call Me Bey’ની અનન્યા પાંડે

Share:

‘કભી ખુશી ગમ’માં પુનું કેરેક્ટર મનમોજી અને લાગણીશીલ હતું. તેના જેવું જ કેરેક્ટર બે માં જોવા મળશે

Mumbai, તા.૨૨

અનન્યા પાંડેની આગામી વેબ સિરીઝ ‘કોલ મી બે’નું ટ્રેલર મંગળવારે લોન્ચ થયું છે. સિરીઝના પ્રોડ્યુસર કરણ જોહરે અનન્યાની નવી ઈનિંગ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘કોલ મી બે’માં અનન્યા પાંડેના કેરેક્ટરને નવી પેઢીની કરીના કપૂર ખાન સાથે સરખાવી શકાય. ‘કભી ખુશી કભી ગમ’માં કરીના કપૂર ખાનનો રોલ જ્યાંથી અટક્યો હતો, ત્યાંથી આ સિરીઝમાં અનન્યા પાંડેના કેરેક્ટરની શરૂઆત થાય છે.   અનન્યા પાંડે ‘કોલ મી બે’થી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવા જઈ રહી છે. ટ્રેલર લોન્ચ દરમિયાન કરણ જોહરે કહ્યું હતું કે, રોહન રાયચંદ (રિતિક રોશન) અને પૂજા રાયચંદ (પુ-કરીના)ની દીકરી અત્યારે યુવાન થઈ જાય અને તેવી કેવી હોઈ શકે તેનું નિરુપણ બે માં કરાયું છે. જનરેશન ઝેડની બેનને આધુનિક સમયમાં પુ ની કોપી કહી શકાય.   શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, કાજોલ, રિતિક રોશન અને કરીના કપૂર ખાનને લીડ રોલમાં દર્શાવતી ‘કભી ખુશી ગમ’ ૨૩ વર્ષ અગાઉ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રિતિક અને કરીનાના લગ્ન થતાં બતાવાયા હતા. વીતેલા ૨૩ વર્ષમાં તેમની દીકરીનો જન્મ થયો હોય તો તે કેવી હોત તેને ‘કોલ મી બે’માં દર્શાવાયું છે. કરણ જોહરે કહ્યું હતું કે, ‘કભી ખુશી ગમ’માં પુનું કેરેક્ટર મનમોજી અને લાગણીશીલ હતું. તેના જેવું જ કેરેક્ટર બે માં જોવા મળશે.  આ સિરીઝમાં અનન્યાને દિલ્હીની છોકરી બતાવાઈ છે, જે લક્ઝુરિયસ લાઈફ એન્જોય કરી રહી છે. તેના તમામ બેન્ક કાર્ડ અચાનક બ્લોક થઈ જાય છે અને તે પછી તેને મિડલ ક્લાસ લાઈફનો અનુભવ થાય છે. બે ના જીવનમાં આવેલા પરિવર્તન પછી સમગ્ર સ્ટોરી મુંબઈ શિફ્ટ થાય છે, જ્યાં અનન્યાનું આ કેરેક્ટર આપબળે જીવનમાં આગળ વધે છે. રોજબરોજના જીવનમાં આવતી મુશ્કેલીઓની તે કઈ રીતે અવસરમાં બદલે છે તેની સ્ટોરી આ સિરીઝમાં આવશે. ‘કોલ મી બે’માં અન્યાની સાથે વીર દાસ, ગુરફતેહ પિરઝાદા વરુણ સુદ, વિહાન સામત, મુસ્કાન જાફરી, નિહારિકા લાયરા દત્ત, લિસા મિશ્રા અને મિનિ માથુર મહત્ત્વના રોલમાં છે. આ સિરીઝ ૬ સપ્ટેમ્બરથી એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થશે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *