Karan Johar ‘ઇલેવન’થી મોડર્ન રોમાન્સને નવી વ્યાખ્યા આપશે

Share:

આધુનિક રોમાન્સની નવી વ્યાખ્યા બનાવવા અને ગુણવત્તાને મહત્વ આપવા માટે તેમજ વ્યક્તિના દેખાવને બદલે તેની લાગણીશીલતાને મહત્વ મળે તે હેતુ છે

Mumbai, તા.૩૧

આજના સમયમાં રિલેશનશિપ અને કમ્પેચિબિલિટી અંગેની પૂર્વધારણાઓ બદલવાના હેતુથી કરણ જોહરે ‘ઇલેવન’ નામની નવી ડૅટિંગ ઍપ લોંચ કરી છે. આજના સમયમાં ડૅટિંગ એપ દ્વારા લોકોનો એકબીજા સાથે જોડાવાનાં માધ્યમમાં ક્રાંતિ લાવી દીધી છે. તેનાથી તમારી આંગળીના ટચ પર અનેક વિકલ્પો આવી ગયા છે, સાથે પડકારો પણ એટલા જ વધી ગયા છે.કરણ જોહરે આ પ્રકારના પ્લેટફર્મનો પોતાનો અંગત અનુભવ પણ જણાવ્યો હતો. તે એક જાણીતી વ્યક્તિ હોવા છતાં તેણે પોતાનો અનુભવ જાહેર કરવામાં કોઈ સંકોચ અનુભવ્યો નહોતો. તેણે કહ્યું હતું કે આ પ્રકારની ઍપ પર તેને અનેક વખત રિજેક્શન અને લઘુતાગ્રંથિનો સામનો કરવો પડ્યો છે.તેથી તેણે આ સ્થિતિ પર નિયંત્રણ લેવા માટે પોતે જ એક ડૅટિંગ ઍપ લોંચ કરી છે, ‘ઇલેવન’ નામની આ ઍપ અર્થપૂર્ણ સંબંધો શોધવામાં મદદ કરશે. આ ઍપનો હેતુ સમાજના વર્ષો જૂના જેન્ડર સ્ટીરિઓટાઇપ્સને તોડવાનો છે. ખાસ તો આ ઍપની મદદથી મહિલાઓને વધુ સુરક્ષિત અને આઝાદીથી સામાજિત બંધનોની ચિંતા વિના નવા સંબંધ શોધવાનો વિકલ્પ મળી રહેશે. જ્યારે પુરુષો પણ રુઢિચુસ્ત વિચારધારાથી ઉપર ઉઠીને પોતે જેવા છે તેવા પારદર્શક પણે વાતચીત કરી શકશે. આ ઍપ એ રીતે બનાવવામાં આવી છે કે તેમાં દરેક વ્યક્તિનું મૂલ્ય જળવાય અને તેઓ પોતાની જાતને સશક્તપણે રજૂ કરી શકે.આધુનિક રોમાન્સની નવી વ્યાખ્યા બનાવવા અને ગુણવત્તાને મહત્વ આપવા માટે તેમજ વ્યક્તિના દેખાવને બદલે તેની લાગણીશીલતાને મહત્વ મળે તે હેતુ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *