કરણ જોહર, કાર્તિક આર્યન, મલાઇકા અરોરા Melbourne માં ફર્યા

Share:

૨૫ ઓગસ્ટ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં વિવિધ ભાષાની ભારતીય ફિલ્મો રજૂ થઈ રહી છે

Mumbai, તા.૧૯

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મોના સ્ક્રિનિંગ માટે બોલિવૂડ સ્ટાર્સ પણ પહોંચી ગયા છે. કરણ જોહર, મલાઇકા અરોરા, કાર્તિક આર્યન, કબીર ખાન, મિની માથુર તેમજ ‘કિલ’નો લક્ષ્ય મેલબોર્નની ગલીઓમાં ફરવા નીકળ્યા હતા. આ દરમિયાનની તેમની તસવીરો મિની માથુરે શેર કરી હતી. તેઓ ગ્રેફિટીવાળી દિવાલો સામે ઊભા રહીને ફોટો ક્લિક કરતાં દેખાયાં હતાં.  આ તસવીરો શેર કરતાં મિનીએ લખ્યું હતું,“મેલબર્ન સ્ટ્રીટ પોઝર્સ”. જેમાં ઘણા સેલેબ્ઝે રિએક્શન અને કમેન્ટ્‌સ પણ આપ્યાં હતાં. આ ફેસ્ટિવલ શરૂ થયો તે પહેલાં એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી, જેમાં શૂજિત સરકાર, રિમા દાસ, આદર્શ ગૌરવ, લક્ષ્ય અને સોના મોહપાત્રા હાજર રહ્યાં હતાં. આ ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં કરણ જોહરે કહ્યું હતું,“હું ઓપનિંગ નાઇટની ફિલ્મ જોવા ઘણો ઉત્સુક છું. કારણ કે બીજા ફેસ્ટિવલ્સ કરતાં આઈએફએફએમ જેના કારણે અલગ પડે છે તે એ છે કે આ ફેસ્ટિવલ વૈવિધ્યસભર ફિલ્મો માટે જાણીતો છે. ” કાર્તિક ફેસ્ટિવલ બીજી વખત માણી રહ્યો છે, તેણે કહ્યું,“આ વર્ષે પણ ફેસ્ટિવલમાં હાજરી આપીને હું ખુબ ઉત્સુક છું સાથે જ આ વર્ષની ફિલ્મો જોવા પણ આતુર છું.” ૨૫ ઓગસ્ટ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં વિવિધ ભાષાની ભારતીય ફિલ્મો રજૂ થઈ રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *