Karan Johar નવા રિયાલિટી શો ‘ધ ટ્રેઇટર્સ’ની જાહેરાત કરી

Share:

કરણ જોહર કોઈ શૂટ માટે થોડાં દિવસ પહેલાં જેસલમેર ગયો ત્યારથી તેના નવા શો અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી

Mumbai, તા.૧૯

કરણ જોહર કોઈ શૂટ માટે થોડાં દિવસ પહેલાં જેસલમેર ગયો ત્યારથી તેના નવા શો અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ત્યારે હવે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર નવા રિયાલિટી શો ‘ધ ટ્રેઇટર્સ’ની જાહેરાત કરી છે. અમેરિકન રિયાલિટી શોનું આ એક ઇન્ડિયન અડોપ્શન છે. કરણ જોહરે મંગળવારે આ અંગે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કર્યું હતું. તેણે લખ્યું,“આ શો એટલો અવિશ્વસનીય હશે કે તમે એક આંખ ખુલ્લી રાખીને ઊંઘશો. હાલ પ્રાઇવ વીડિયો ઇન્ડિયા માટે શૂટ શરૂ થયું છે.” આ ઘટના સાથે સંકળાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર,“કરણ જોહર આ શોના શૂટ માટે બે અઠવાડિયા જેસલમેરમાં હશે. આ શોના ફોર્મેટ મુજબ શોના કન્ટેસ્ટન્ટે બે અઠવાડિયા સુધી એક જ સ્થળે રોકાવું પડે છે. સમગ્ર દેશમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધા બાદ શોની ટીમે જેસલમેર પર પસંદગી ઉતારી હતી. કન્ટેસ્ટન્ટે આ શોમાં ટકી રહેવા માટે કેટલાંક ટાસ્કમાં ભાગ લેવો પડશે. પરંતુ આ શોને રસપ્રદ બનાવી રાખવા માટે તેમાં ઘણા ટિ્‌વસ્ટ્‌સ અને ટર્ન રાખવામાં આવશે.” એવી પણ ચર્ચાઓ છે કે કરણ કુન્દ્રા, સુદ્ધાંશુ પાંડે, રાજ કુન્દ્રા, અંશુલા કપૂર અને જાસ્મીન ભસીન આ શોમાં ભાગ લઇ રહ્યાં છે, પરંતુ હજુ આ અંગે કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ નથી.  કરણ જોહર હાલ આ શો સાથે ‘દેવરા’ અને ‘જિગરા’ની રિલીઝ માટે પણ વ્યસ્ત છે. સાથે તેની અન્ય ત્રણ ફિલ્મો ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’, ‘ધડક ૨’ અને અક્ષય કુમાર સાથેની ફિલ્મ જેનું નામ હજુ નક્કી થયું નથી, તેનું પણ કામ ચાલે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *