કેબોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ તાજેતરમાં જ એક જ્વેલરી ફેશન શો ઇવેન્ટમાં ભાગ લીધો હતો
Mumbai, તા.૧૩
બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ તાજેતરમાં જ એક જ્વેલરી ફેશન શો ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જ્યાં તેની સાથે કિલ ફેમ એક્ટર લક્ષ્ય અને મિસ ઈન્ડિયા વર્લ્ડ ૨૦૨૫ સિની શેટ્ટી પણ જોવા મળ્યા હતા. પરંતુ ચાહકોનું ધ્યાન ખેંચનાર વ્યક્તિ દિગ્દર્શક અને નિર્માતા કરણ જોહર હતા. હકીકતમાં, કરણ જ્યારે એજિયો લક્સ વીકેન્ડમાં ત્યાની જ્વેલરીના ‘ગિલ્ડેડ અવર’ શોકેસ માટે રેમ્પ વોક કરતો હતો ત્યારે તેના સ્લિમ લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો આવતાની સાથે જ ઇન્સ્ટાગ્રામ યુઝર્સે પણ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું.સામે આવેલા વીડિયોમાં, કરણ જોહર ફેશન શોમાં સફેદ આઉટફિટમાં રેમ્પ વોક કરી રહ્યો હતો.લાંબી, આરામદાયક ફિટિંગ અને પહોળી કોલરવાળી નેકલાઇન, સીધા પગવાળા ફિટિંગવાળા મિડ-રાઇઝ પેન્ટ સાથે જોડીમાં, કરણ જોહર ખૂબ જ સુંદર દેખાતો હતો.કાર્યક્ષેત્રની વાત કરીએ તો, બે વર્ષમાં એટલે કે ૨૦૨૨ થી ૨૦૨૪ ની વચ્ચે, ધર્મા પ્રોડક્શન્સે ૧૦ ફિલ્મોનું નિર્માણ કર્યું, જેમાંથી ફક્ત ૧ હિટ રહી, ચાર સરેરાશ, એક સરેરાશથી ઓછી, બે ફ્લોપ અને બે આપત્તિજનક રહી. યાદીમાં ટોચ પર રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની છે, જેણે ૧૬૦ કરોડ રૂપિયાના બજેટમાં બોક્સ ઓફિસ પર ૩૫૫.૬૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.