કંગના રનૌતે ફિલ્મ ‘ઇમર્જન્સી’માં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે
Mumbai, તા.૨૨
કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી ૧૭ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. દર્શકો આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની અભિનેત્રી કંગના રનૌતે જણાવ્યું છે કે આ ફિલ્મ ટૂંક સમયમાંOTTપર રિલીઝ થવા જઈ રહી છે. કંગના રનૌતે શુક્રવારે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના ચાહકો અને ફોલોઅર્સને આ વાતની જાણકારી આપી છે.કંગના રનૌત એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જે પોસ્ટ શેર કરી છે તેમાં કંગના અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી જોવા મળે છે. પોસ્ટમાં કંગના રનૌતે લખ્યું છે કે, ’૧૭ માર્ચે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે.’ ચાહકો ૧૭ માર્ચે નેટફ્લિક્સ પર “ઇમર્જન્સી” જોઈ શકશે. આ ફિલ્મ ૧૭ જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ભારતમાં ૧૨૧.૬૫ કરોડની કમાણી કરી છે.કંગના રનૌતે ફિલ્મ ‘ઇમર્જન્સી’માં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. ફિલ્મની સ્ટોરી ઐતિહાસિક કટોકટીના સમયગાળાની આસપાસની છે. ભારતમાં ૧૯૭૫ થી ૧૯૭૭ સુધી કટોકટી લાદવામાં આવી હતી. આ ફિલ્મમાં અભિનય ઉપરાંત, કંગના રનૌતે આ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, વિશાક નાયર અને મિલિંદ સોમન મુખ્ય ભૂમિકામાં છે.ફિલ્મ ‘ઇમર્જન્સી’ ઘણા સમય પહેલા રિલીઝ થવાની હતી, પરંતુ શીખ સમુદાયના વિરોધને કારણે તે સમયસર રિલીઝ થઈ શકી નહીં. શીખ સમુદાયનો આરોપ છે કે ફિલ્મમાં શીખોની છબી ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં, શીખ સંગઠન જીય્ઁઝ્ર એ ફિલ્મ નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલી હતી. નોટિસમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ફિલ્મમાં શીખોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. તેમણે ફિલ્મમાંથી વિવાદાસ્પદ દ્રશ્ય દૂર કરવાની માંગ કરી હતી.