મારી ફિલ્મ પર જ ઈમરજન્સી લાગી ગઈ
દેશની હાલની પરિસ્થિતિ નિરાશાજનક છે, અગાઉ ઈન્દુ સરકાર ફિલ્મ વખતે કોઈ વિવાદ થયો ન હતો
Mumbai,તા,03
કંગના રણૌતને હવે દેશની પરિસ્થિતિ નિરાશાજનક લાગી રહી છે. તેની ફિલ્મ ‘ઈમરજન્સી’નું સેન્સર સર્ટિફિકેટ અટકતાં આ ફિલ્મની રીલિઝ પાછી ઠેલાઈ ગઈ છે. તે સંદર્ભમાં કંગનાએ એવો બળાવો કાઢ્યો છે કે હવે હું દેશથી નિરાશ થઈ ગઈ છું.
કંગનાએ એક પોડકાસ્ટ માં કહ્યું હતું કે મારી ફિલ્મ પર જ ઇમરજન્સી લગાડી દેવામા ંઆવી છે. આ બહુ જ નિરાશાજનક સ્થિતિ છે. હું દેશ અને આજે દેશની જે પરિસ્થિતિ છે તેનાથી હું બહુ નિરાશ છું. અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, મારા પહેલાપણ મધુર ભંડારકરે ૨૦૧૭માં ‘ઇન્દુ સરકાર ‘ રીલિઝ કરી હતી. તેમાં કોઈ વિવાદ થયો ન હતો. જ્યારે મારી ફિલ્મને તો એકવાર સેન્સર સર્ટિફિકેટની સંમતિ અપાયા બાદ સર્ટિફિકેટ અટકાવી દેવાયું છે.
આ ફિલ્મ સામે શીખ સંગઠનોએ વિરોધ કર્યો છે અને ખુદ ભાજપના જ પંજાબ એકમ દ્વારા આ ફિલ્મને ઉતાવળે લીલીઝંડી આપી દેવા સામે કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રાલયને ચેતવણી અપાઈ છે. ફિલ્મનું સેન્સર સર્ટિફિકેટ અટકી પડતાં આગામી તા. છઠ્ઠી સપ્ટેમ્બરે થનારી ફિલ્મની રીલિઝ અટકી ગઈ છે.