Dhank, તા.૭
તાજેતરમાં સ્થાનીક સ્વરાજની ચુંટણી પૂર્ણ થતા તેના પરિણામ આવી જતા ભાજપે પૂર્ણ બહુમતી હાંસલ કરી હતી. જામજોધપુર પાલીકાના પ્રમુખપદે ટર્મ મુજબ બક્ષીપંચ મહિલા અનામત હોય જેમાં પ્રમુખપદે કંચનબેન રમેશગિરી ગોસ્વામીની વરણી થતા જામજોધપુર દશનામ ગોસ્વામી સમાજનુ ગૌરવ વધારતા સૌરાષ્ટ્રભરના ગોસ્વામી સમાજમાં હર્ષની લાગણી ફેલાણી છે. સાથે સાથે ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ છે. સાથે સાથે ઢાંક દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ભુપતગીરી ગોસ્વામી દ્વારા કંચનબેનને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.