કમલ હસનની ફિલ્મ નેટફ્લિક્સ પર ૯ ઓગસ્ટથી સ્ટ્રીમ થશે
Mumbai, તા.૫
સુપર સ્ટાર કમલ હસનની ફિલ્મ ઇન્ડિયન ૨ સિનેમા ઘરો પછી હવે ઓટીટી રિલીઝ માટે તૈયાર છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કમાલ કરી શકે નહીં. ત્યારે હવે જોવાનું રહ્યું કે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મને દર્શકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે. કમલ હસનની ફિલ્મ કયા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે તે નક્કી હતું. બસ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની સત્તાવાર જાહેરાત બાકી હતી જે હવે થઈ ચુકી છે. કમલ હસનની ઈંડિયન ૨ ફિલ્મ નેટફ્લિક્સ પર જોવા મળશે.
નેટફ્લિક્સ ઇન્ડિયા એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઇન્ડિયન ટુ ફિલ્મનું પોસ્ટર શેર કરીને ફિલ્મની રિલીઝ ડેટનો ખુલાસો પણ કરી દીધો છે. કમલ હસનની આ ફિલ્મ નેટફ્લિક્સ પર ૯ ઓગસ્ટથી સ્ટ્રીમ થશે. જોકે આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ૯ ઓગસ્ટે ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે. હિન્દી ભાષામાં આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે શેર કરવામાં નથી આવ્યું.
આ પોસ્ટ પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે હિન્દી ભાષામાં કમલ હસનની આ ફિલ્મ જોવા માટે દર્શકોએ રાહ જોવી પડશે.
કમલ હસનની ફિલ્મ ઇન્ડિયન ૨ વર્ષ ૨૦૦૧ માં આવેલી ઇન્ડિયન ફિલ્મની સિક્વલ છે. કમલ હસનની ઇન્ડિયન ફિલ્મે બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી દીધો હતો. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. જોકે ઇન્ડિયન ફિલ્મના પહેલા પાર્ટની સરખામણી આ ફિલ્મ સાથે કરીએ તો લોકોને ઇન્ડિયન ટુ માં વધારે રસ ન પડ્યો.
ઈંડિયન ૨ ફિલ્મનું કુલ બજેટ ૨૫૦ કરોડનું હતું. જેમાં નેટફ્લિક્સ સાથે આ ફિલ્મના ઓટીટી રાઈટ્સની ડીલ ૧૨૦ કરોડમાં થઈ હોવાનું જાણવા મળે છે.