Kalki 2898 એડીના પ્રોડ્યુસર્સે સીક્વલનો પ્લાન જણાવ્યો

Share:

તાજેતરમાં બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘કલ્કિ ૨૮૯૮ એડી’નું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતુ

Mumbai, તા.૧૨

તાજેતરમાં બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘કલ્કિ ૨૮૯૮ એડી’નું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે ફિલ્મની પ્રોડ્યુસર બહેનો સ્વપ્ના દત્ત અને પ્રિયંકા દત્ત હાજર રહ્યાં હતાં. જ્યાં તેમણે ફિલ્મની સીક્વલ સાથે તેમની આગામી ફિલ્મ ચાઇના અને કોરિયામાં રિલીઝ કરવા અંગે પણ વાત કરી હતી. વિશ્વકક્ષાએ ૧૪૦ મિલિયન ડૉલરનો વકરો કરી ચૂકેલી સાઇ ફાઇ ફિલ્મ ‘કલ્કિ ૨૮૯૮ એડી’ વર્ષ ૨૦૨૪ની સૌથી વધુ કમાણી કરેલી ફિલ્મ બની ચૂકી છે. ૬૦૦ કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મને ઇન્ડિયન સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ કહેવાય છે. જેમાં અમિતાભ બચ્ચન, કમલ હાસન, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દીશા પટ્ટણી સહિત અનેક જાણીતા કલાકારોએ કામ કર્યું છે.  આ ફિલ્મની સીક્વલ માટે દર્શકો રાહ જોઈ રહ્યાં છે, ત્યારે તેની પ્રોડ્યુસર બહેનોએ જણાવ્યું હતું,“ફિલ્મના બીજા ભાગનું લગભગ ૩૫થી ૪૦ ટકા શૂટ થઈ ચૂક્યું છે. હવે તેઓ ૨૦૨૫ના બીજા ભાગમાં ફિલ્મનું બાકીનું શૂટિંગ કરશે. ૨૦૨૫ના અંત સુધીમાં ફિલ્મ પૂરી થશે. તેઓ આગળ કલકિ સિનેમેટિક યુનિવર્સ તૈયાર કરવાનું આયોજન ધરાવે છે, જેમાં વધુ ફિલ્મો ઉમેરાતી જશે.”સ્વપ્ના દત્તાએ કહ્યું,“પહેલા ભાગને ભારતમાં, નોર્થ અમેરિકા અને યૂકેમાં બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે. અમને લાગે છે કે વિશ્વના ઘણા દેશોમાં આ ફિલ્મને રજૂ કરવાની તેની ક્ષમતા છે, તેથી બીજો બાગ રજૂ કરતાં પહેલાં અમે આ ફિલ્મને અન્ય ઘણા દેશોમાં રિલીઝ કરવા માગીએ છીએ. હું કહીશ કે કલ્કી માર્વેલ પરથી પ્રેરિત તો નથી પરંતુ અમને તેમાંથી ઘણું શીખવા ચોક્કસ મળ્યું છે.’’ 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *