Kajol એકશન દ્રશ્યો કરતી જોવા મળશે

Share:

Mumbai,તા.26

મહારાગની-ક્વીન ઓફ ક્વીન્સમાં કાજોલ ભરપુર એકશન દ્રશ્યો કરતી જોવા મળવાની છે. હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું જેમાં અભિનેત્રી ભરપુર એકશન દ્રશ્યો કરતી જોવા મળી હતી. ફિલ્મની વાર્તાનું કેન્દ્ર સંતાનનું તેમના માતા-પિતા સાથેના પ્રેમ પર છે.આ ફિલ્મનું સૂટિંગ ફેબુ્રઆરી મહિનામાં હૈદરાબાદમાં કરવામાં આવ્યું હતું.

તેલુગુ દિગ્દર્શક ચરણ તેજ ઉપ્પલપતિની સાથે કાજોલ પોતાની પ્રથમ અખિલ ભારતીય  ફિલ્મ મહારંગિની ઃ ક્વીન ઓફ ક્વીન્સ કરી રહી છે. હાલમાં જ કાજોલ ઉગ્ર અંદાજમાં જોવા મળી હતી.

ફિલ્મના દિગ્દર્શક ચરણ તેજના અનુસાર, ફિલ્મમાં  કાજોલ મુંબઇની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં ઉછરેલી મહિલા નામની માયાની ભૂમિકામાં જોવા મળશે. જે ઝૂંપડપટ્ટીમાંથી આવેલી મહારાષ્ટ્રની સૌથી તાકાતવર મહિલા ્બની જાય છે. ફિલ્મના એકશન દ્રશ્યો માટે વદેશથી એકશન ડાયરેકટરને તાલીમ આપવા બોલાવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં કાજોલ સાથે મલયાલમ અભિનેત્રી સમયકથા પણ જોવા મળવાની છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *