Junagadh,તા.06
જૂનાગઢ જિલ્લા ભાજપા પ્રમુખ તરીકે પ્રદેશ ભાજપ મોવડીએ ચંદુભાઈ મકવાણાની પસંદગી કરી જૂનાગઢના કમલમ ખાતે પ્રદેશ ભાજપા અગ્રણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયાની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પક્ષના જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પક્ષના નવનિયુક્ત પ્રમુખ ચંદુભાઈ મકવાણા એ એક પેજ પ્રમુખથી ભાજપના પાયાના કાર્યકર બની ભાજપ સાથે જોડાઈ રહ્યા હતા, અને બાદમાં જુનાગઢ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે સક્રિય રીતે કામ કરી, જિલ્લામાં ભાજપનું સંગઠન મજબૂત બને તેની સાથે ગત ચૂંટણીઓમાં ભાજપ તરફે સારા પરિણામ આવે તે માટેના સરાહનીય કામગીરી કરી હતી જેના ફલ સ્વરૂપ તેમની આ નિયુક્તિ થઈ હોવાનું ભાજપા વર્તુળમાં મનાઈ રહ્યું છે.
જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની નિમણૂક થતાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારા સહિતના જિલ્લા ભાજપા અગ્રણીઓ, કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા ચંદુભાઈ મકવાણાને શુભેચ્છા વર્ષા થઈ રહી છે.