Junagadh,તા.06
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગત તારીખ ૨૫-૦૨-૨૦૨૫ ના રોજ બપોરના ૦૩:૩૦ કલાકના નોંધાયેલ અકસ્માત મોત મુજબ એક અજાણ્યો પુરુષ કે જેઓ ઉંમર વર્ષ ૪૦ થી ૪૫ આસપાસ છે અને મધ્યમ બાંધાનું શરીર ધરાવે છે, તેઓ ટ્રેનની ઠોકરથી મૃત્યુ પામેલ છે. આ મૃત્યુ પામનાર વ્યક્તિના શરીર પર ભૂરા રંગનો શર્ટ, ભૂખરા રંગનું પેન્ટ પહેરેલું છે અને હાથમાં અંગ્રેજી ભાષામાં એસ.પી.શબ્દ કોતરાવ્યો છે તેમ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
હાલમાં આ બિનવારસી લાશ હોવાથી તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવી છે. મૃત્યુ પામનાર વ્યક્તિના વાલી વારસ મળે અને તેમની ઓળખ થવા પામે તે માટે મોબાઈલ નંબર ૯૫૮૬૫૦૦૫૦૦ પર સંપર્ક સાધી શકાશે. તેમ નોડલ ઓફિસરશ્રી મિસિંગ સેલ અને નાયબ પોલીસ અધિક્ષક એ.એસ.પટ્ટણી, મુખ્ય મથક જૂનાગઢ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.