Junagadh,તા.૭
જૂનાગઢમાં પીજીવીસીએલના કર્મચારીનું ચાલુ ફરજે મોત નિપજ્યું છે. વીજ પોલ પર ચડેલા કર્મીને વીજશોક લાગતા મોત થયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
જૂનાગઢ જીલ્લાના વિસાવદરમાં આજે દુર્ઘટના ઘટી છે. મળતી માહિતી અનુસાર વિસાવદરના ચાપરડા ગામે પીજીવીસીએલમાં ફરજ બજાવતાં કર્મચારી વીજ ફોલ્ટ રિપેર કરવા થાંભલા પર ચડ્યા હતા. સાથી કર્મચારીઓની બેદરકારીના કારણે કર્મીનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મૃતક રિપેર કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક વીજ પુરવઠો શરૂ થઈ જતા ઘટના બની હતી. યુવક નરેશ મછારના અચાનક મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. મૃતદેહને હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ જે તે વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.