Junagadh ની સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો: દારૂ સાથે પકડાયા

Share:

Junagadh,તા.20
જૂનાગઢ એ-ડીવીઝન હદના જીઆઇડીસી-2માં આવેલ વોંકળાના કાંઠેના મકાનમાંથી દેશી-વિદેશી દારૂ-બીયર સહિતના મુદામાલ સાથે 6ને દબોચી લીધા હતા જ્યારે અન્ય પાંચના નામ ખુલ્યા હતા.

ગુજરાત સ્ટેટમોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે શનિવારે સાંજે જૂનાગઢ જીઆઇડીસી-2 વિસ્તારમાં વોંકળાના કાંઠે આવેલ અવાવરૂ મકાનમાં બાતમીના આધારે રેડ કરતા આરોપી હરદાસ ભૂપત વંશને પોલીસે દબોચી લઇ વેંચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે 79 બોટલ દારૂ રૂ.14,501, બપીર નંગ-4, રૂ.472 રોકડા રૂ.14,290 દેશી દારૂ 23 લીટર, મોબાઇલ રૂ.25,500 બાઇક-4 રૂ.1,10 લાખ મળુ કુલ રૂ.2,11 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. અન્ચ પાંચ આરોપીઓમાં તુષાર પંડ્યા, બાવન ભુપત વંશ, આશિષ પાડલીયા, ભીખો ઉર્ફે ભુરો કરમટા, વિનોદ રાઠોડ (રે. ખજુરી પીપલ-કુંકાવાવ)ને પકડી લેવાયા હતા. સ્થળ ઉપરથી બાઇક નંબર પ્લેટ વગરનું એક મળી આવેલ હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *