Junagadh,તા.03
રેવતક્ષેત્ર શ્રી સત્ શરભંગ આશ્રમ પરબધામ માં શ્રી દેવીદાસબાપુ તથા માં અમરમા તેમજ સમસ્ત દિવ્યચેતનાઓના રૂડા આશિર્વાદ થી મહંતશ્રી કરશનદાસબાપુ ગુરૂશ્રી સેવાદાસબાપુ તેમજ સંતોના સાનિઘ્યમાં ભવ્યાતિ ભવ્ય શ્રી દિવ્ય સોમવસંત યજ્ઞોત્સવ એવમ્ તિલકવિધિ (શુકલ યજુર્વેદ સંહિતા સ્વાહાકાર) નું આયોજન સં. ૨૦૮૧ ના મહા સુદ-૨ ને શુક્રવાર, તા. ૩૧-૦૧-૨૦૨૫ થી મહા સુદ-૫ ને સોમવાર તા. ૦૩-૦૨-૨૦૨૫ સુધી નિરધારેલ છે. આ ભવ્ય દિવ્ય શ્રી સોમવસંત યજ્ઞોત્સવમાં બ્રહ્માંડવર્તિ દેવતત્વને મંત્રો દ્વારા “સોમરસ” સહિત અનેક પ્રકારના હુતદ્રવ્યોથી સંતૃપ્ત કરવામાં આવશે. સંતૃપ્ત થયેલા દેવતાઓ જગતના તમામ જીવો ઉપર પોતાની ઉર્જા દ્વારા આશિર્વાદ વરસાવશે.
જીવમાત્રનું પરમ કલ્યાણ થાય વિશ્વમાં શાંતિ સુખ સમૃધ્ધિ શક્તિ અને ભક્તિ વધે સનાતન ધર્મના તમામ પાયાઓનું સિંચન થાય સંસ્કૃત, સંસ્કૃતિ અને યજ્ઞ પરંપરાનું રક્ષણ થાય એવા શુભ આશય થી પૂજ્ય મહંતશ્રી કરશનદાસબાપુ એ આ રૂડુ આયોજન કરેલ છે. દર્શન માત્રથી અશ્વમેધયજ્ઞ તથા રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય એવા દિવ્ય શ્રી સોમવસંત યજ્ઞોત્સવ એવમ્ તિલકવિધિ કરવામાં આવી છે.
શ્રી સત્ત સરભંગ આશ્રમ પરબધામ તા. ભેસાણ જી. જૂનાગઢ માં યોજવામાં આવેલ શ્રી દિવ્ય સોમવસંત યજ્ઞોત્સવ એવમ તિલક વિધિ અન્વયે યોજવામાં આવેલ યજ્ઞ પરત્વે તારીખ ૦૨-૦૨-૨૦૨૫ના રોજ ધર્મ તિલકવિધિનું આયોજન થયેલ. તેમાં આ સંસ્થાના લઘુમહંત તરીકે શ્રી સનાતનદાસ બાપુ ગુરુશ્રી કરસનદાસ બાપુની તિલકવીધી/ચાદરવીધી યોજવામાં આવેલ આ ઉપરાંત અર્થ પરિવ્રજક તરીકે પુનર્વાદાસ બાપુ ગુરુશ્રી કરસનદાસ બાપુ તેમજ ધનાધ્યક્ષ તરીકે શ્રી શંભુતીદાસ માતાજી ગુરુશ્રી કરસનદાસ બાપુની ની વિધીવત તિલકવીધી/ચાદરવીધી કરવામાં આવી.
આ પ્રસંગે પરબધામ માં શ્રી દેવીદાસબાપુ તથા માં અમરમા તેમજ સમસ્ત દિવ્યચેતનાઓના રૂડા આશિર્વાદ થી મહંતશ્રી કરશનદાસબાપુ ગુરૂશ્રી સેવાદાસબાપુ તેમજ
- દ્વારકાપીઠ શંકરાચાર્યના પ્રતિનિધિ તરીકે નારાયણનંદ સરસ્વતીજી
- પૂ. મહંત શ્રી મહેશગીરીજી ગુરુશ્રી અમૃતગીરીજી – રાણપુર,
- મહંતશ્રી વિજયબાપુ ગુરુશ્રી જીવરાજબાપુ-સતાધાર,
- જનકસિંહ સાહેબ ગુરુશ્રી હરીસીંગ સાહેબ – છલાળા
- મહાદેવગીરી બાપુ – અમૃતગીરી બાપુ – વાઘણીયા
- બલદેવદાસ બાપુ – ઠાંસા,
- આઈશ્રી દેવલમાં-બલિયાવડ,
- આઇશ્રી મનુમા-ચીરોડા
- આદ્યશ્રી કંચનમા – મઠડા
- મહાદેવ ભારતીબાપુ – જૂનાગઢ
- શ્રી હિમાન્સુસિંહજી સ્ટેટ ઓફ ગોંડલ,
- શ્રી માંધાતાસિંહજી સ્ટેટ ઓફ રાજકોટ
વગેરે ની વિસેસ ઉપસ્થિતિમાં આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ