Lahore,તા.27
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અફઘાનિસ્તાને મોટું ઉલટફેર કર્યું. 26 ફેબ્રુઆરીએ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 8 રનથી હરાવી દીધું. અફઘાનિસ્તાનની જીતના કારણે ઈંગ્લિશ ટીમ સેમિફાઈનલની રેસથી બહાર થઈ ગઈ. વનડે ઈન્ટરનેશનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાનની આ સતત બીજી જીત રહી. આ પહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પણ અફઘાની ટીમે ઈંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું હતું.
જોસ બટલરે કહ્યું, ‘હું અત્યારે કોઈ ઉતાવળિયું નિવેદન આપીશ નહીં પરંતુ પોતાના અને બીજા ખેલાડીઓ વિશે વિચારીશ. અમે તમામ શક્યતાઓ પર વિચાર કરીશું. આ ખૂબ નિરાશાજનક છે. મને લાગ્યું હતું કે અમે મેચ જીતી શકતાં હતાં. વધુ એક શાનદાર મેચ, પરંતુ અમે હારી ગયા.’
જોસ બટલરની કેપ્ટનશિપમાં ઈંગ્લેન્ડ ભારતમાં આયોજિત વનડે વર્લ્ડ કપ 2023 અને વેસ્ટઈન્ડિઝ- અમેરિકામાં આયોજિત ટી20 વર્લ્ડ કપ 2024માં નિષ્ફળ રહ્યું. બટલર કહે છે, ‘અફઘાનિસ્તાને અંતિમ બે ઓવરોમાં અમારી પાસેથી મેચ છીનવી લીધી. તેનો શ્રેય ઈબ્રાહિમ જદરાનને જાય છે જેમણે શાનદાર ઈનિંગ રમી. જો રુટે પણ શ્રેષ્ઠ સદી ફટકારી. કોઈ એક બેટ્સમેન તેની સામે ટકીને રમી શકત તો સારુ રહેત. દુર્ભાગ્યથી પોતાની ચોથી ઓવરમાં માર્ક વુડને ઘૂંટણમાં ઈજા પહોંચી. દુખાવો છતાં બોલિંગ કરવા માટે તેને શ્રેય જાય છે. રુટ તમામ ફોર્મેટમાં એક શાનદાર ખેલાડી રહ્યો છે અને તેણે અમને દબાણને સંભાળવાની રીત બતાવી છે. તેને વનડે રેકોર્ડ શાનદાર છે. વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક હોવાના કારણે જ્યારે તમે સારું પ્રદર્શન કરતાં નથી તો આ નિરાશાજનક હોય છે. હું કોઈ પણ ભાવનાત્મક નિર્ણય લેવા માગતો નથી.’
અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ જીત બાદ કહ્યું, ‘એક ટીમ તરીકે અમે ખુશ છીએ. અમારો દેશ આ જીતથી ખુશ હશે. મેચ ખૂબ તણાવપૂર્ણ હતી પરંતુ અમે આને સારી રીતે કંટ્રોલ કરી. હું પરિણામથી ખુશ છું. જાદરાન એક પ્રતિભાશાળી ખેલાડી છે. અમે શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવી ચૂક્યા હતા અને દબાણ હતું. મારા અને જાદરાનની વચ્ચેની ભાગીદારી મહત્ત્વપૂર્ણ હતી. અજમતે સારી ઈનિંગ રમી અને શાનદાર ઓવર પણ ફેંકી.’
હશમતુલ્લાહ શાહિદી કહે છે, ‘અમારી પાસે પ્રતિભાશાળી યુવાન અને અમુક વરિષ્ઠ ખેલાડી છે. દરેક પોતાની ભૂમિકા જાણે છે. દરેક સારું પ્રદર્શન કરી રહ્યાં છે. આશા છે કે અમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં પણ આ લયને જાળવી રાખશે. આનાથી અમને આત્મવિશ્વાસ મળશે પરંતુ આ એક નવો દિવસ હશે. તે મેચ નક્કી કરશે કે સેમિફાઈનલમાં કોણ જશે. અમે તે દિવસે તે જ કરીશું જે અમારા માટે સારું થશે.’
મેચમાં અફઘાનિસ્તાને ઈબ્રાહિમ જાદરાનની સદી (177) ની સાત વિકેટ પર 325 રન બનાવ્યા. જવાબમાં ઈંગ્લિશ ટીમ 49.5 ઓવરોમાં 317 રન પર સમેટાઈ ગઈ. ઈંગ્લેન્ડ માટે જો રુટે 120 રનની ઈનિંગ રમી. અફઘાનિસ્તાનની ટીમ હવે પોતાની આગામી મેચમાં 28 ફેબ્રુઆરી (શુક્રવારે) ઓસ્ટ્રેલિયાથી ટકરાશે.