pan-masala ની જાહેરાત કરનારા સ્ટાર્સ પ્રત્યે જહોન અબ્રાહમનો રોષ

Share:

Mumbai,તા.૧૦

જહોન અબ્રાહમ હેલ્થ અને ફિટનેસ બાબતે ડિસિપ્લિન માટે પ્રખ્યાત છે. હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે રેગ્યુલર એકસરસાઈઝ અને સ્પોર્ટસના મહત્વ અંગે જહોન અવાર-નવાર વાત કરે છે.

તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન જહોન અબ્રાહમે પાન-મસાલાની જાહેરખબર કરનારા સ્ટાર્સ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. આરોગ્ય માટે હાનિકારક વસ્તુઓને પ્રમોટ કરનારા સ્ટાર્સ હકીકતમાં મોત વેચી રહ્યા હોવાનું જહોન માને છે.

જહોન અબ્રાહમ પોતાની કરણી અને કથનીમાં કોઈ ફરક રાખવા માંગતો નથી. જહોને જણાવ્યું હતું કે, હું ઈમાનદારીપૂર્વક જીવતો હોઈશ અને અમલ કરતો હોઈશ તો જ બીજાને સલાહ આપી શકીશ. આ સ્થિતિમાં જ હું રોલ મોડેલ બની શકું. જાહેરમાં મારી જાતને અલગ રીતે રજુ કરું અને ખાનગીમાં અલગ વર્તન કરું તો પણ લોકોને ખબર પડવાની જ છે.

ફિટનેસ અંગે વાત કરનારા લોકો જ પાન મસાલાને એન્ડોર્સ કરી રહ્યા હોવા બાબતે જહોને જણાવ્યું હતું કે, તમામ એકટર્સ મારા મિત્ર છે અને હું કોઈનું અપમાન કરવા માંગતો નથી. હું કયારેય મોત નહીં વેચું. આ સિદ્ધાંતની વાત છે. પાન મસાલા ઉદ્યોગનું વાર્ષિક ટર્ન ઓવર રૂા.૪૫ હજાર કરોડ જેટલું છે.જેનો મતલબ સ્પષ્ટ છે, સરકાર તેને સમર્થન આપે છે અને આ ઉદ્યોગ ગેરકાયદે નથી. મોત વેચનારા લોકો કઈ રીતે આરામથી રહી શકતા હશે?

ઉલ્લેખનીય છે કે, શાહરુખખાન, અજય દેવગન, અક્ષયકુમાર અને ટાઈગર શ્રોફને ઝુંબા કેસરીવાળી જાહેરખબરના કારણે ઘણાં લોકો વખોડી રહ્યા છે. જહોને અગાઉ આ પ્રકારની ઓફરને ફગાવી દીધેલી છે. જહોનની આગામી ફિલ્મ વેદા ૧૫ ઓગષ્ટે રિલીઝ થઈ રહી છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *