Joe Root કમાલની બેટિંગ કરતા બેવડી સદી ફટકારી

Share:

Multan, તા.૧૦

પાકિસ્તાન વિરુદ્ધ મુલ્તાનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે કમાલ કરી દીધો છે. જો રૂટે પાકિસ્તાન સામે ચોથા દિવસે લંચ સમયે અણનમ ૨૫૯ રન ફટકારી દીધા છે. આ સાથે જો રૂટે અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. જો રૂટે ઈંગ્લેન્ડ માટે ૨૦ હજાર આંતરરાષ્ટ્રીય રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી છે. વર્ષ ૨૦૨૪માં જો રૂટે પાંચમી ટેસ્ટ સદી ફટકારી છે. જ્યારે છેલ્લા ચાર વર્ષમાં ૧૮ સદી ફટકારી છે. આ મામલે જો રૂટે વિરાટ કોહલી જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. જો રૂટની ટેસ્ટ ક્રિકેટમાં આ છઠ્ઠી બેવડી સદી છે. તે ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ બેવડી સદી ફટકારવા મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ લિસ્ટમાં તેણે પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકને પાછળ છોડ્યો છે. જેણે કરિયરમાં પાંચ વખત બેવડી સદી ફટકારી હતી. આ લિસ્ટમાં વૈલી હેન્મડ ટોપ પર છે. વર્ષ ૨૦૨૦ સમાપ્ત થયું ત્યારે ટેસ્ટ ક્રિકેટમાં એક્વિટ પ્લેયયર્સમાં વિરાટ કોહલી ૨૭ સદી સાથે ટોપ પર હતો. ત્યારબાદ સ્ટીવ સ્મિથ ૨૬ સદી, કેન વિલિયમસન ૨૩ સદી સાથે ત્રીજા સ્થાને હતો. ૨૦૨૦ના અંત સુધી જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં ૧૭ સદી ફટકારી હતી. પરંતુ ત્યારબાદ જો રૂટે પોતાના કરિયરનું બેસ્ટ ફોર્મ હાસિલ કર્યું છે. એક્ટિવ પ્લેયર્સમાં સદી ફટકારવા મામલે જો રૂટે તમામ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.

આજની તારીખે વાત કરવામાં આવે તો જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં ૩૫ સદી ફટકારી દીધી છે. જ્યારે સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસન ૩૨-૩૨ સદી સાથે બીજા સ્થાને છે. તો વિરાટ કોહલીના ખાતામાં ૨૯ ટેસ્ટ સદી છે. જો રૂટે માત્ર ૨૦૨૪માં પાંચમી ટેસ્ટ સદી ફટકારી છે. જ્યારે વિરાટ કોહલી છેલ્લા ચાર વર્ષમાં માત્ર બે ટેસ્ટ સદી ફટકારી શક્યો છે. એટલે કે જે કામ કોહલી ચાર વર્ષમાં ન કરી શક્યો તે રૂટે ૧૦ મહિનામાં કરી દીધું છે.

ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ બેવડી સદી ફટકારનાર બેટર

૭- વેલી હેમ્નડ

૬- જો રૂટ

૫- એલિસ્ટર કૂક

૪- લિયોનાર્ડ હટન

૩- કેવિન પિટરસન

Leave a comment

Your email address will not be published. Required fields are marked *