Jignesh Mevani એ જસદણની પીડિતા અને અગ્નિકાંડની વાત કરતાં હોબાળો

Share:

Gandhinagar,તા.23 

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીને ગૃહમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. જીગ્નેશ મેવાણીએ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ, મોરબી કાંડ, હરણીબોટ કાંડ, તક્ષશિલા અગ્નિકાંડ સહિત જસદણની પીડિતા મુદ્દે ડિબેટ કરી તેને લાઇવ કરવાની વાત કરતાં હોબાળો થયો હતો અને જીગ્નેશ મેવાણી વેલમાં ધસી આવ્યા હતા. ત્યારબાદ અધ્યક્ષે જીગ્નેશ મેવાણીને કહ્યું હતું કે તમે બંધારણનું અપમાન કરવાનું બંધ કરો અને કાયદાનું પાલન કરો. ત્યારબાદ અધ્યક્ષે જીગ્નેશ મેવાણી ગૃહમાંથી બહાર જતા રહેવાનો આદેશ કર્યો હતો.જેથી તે ગૃહમાંથી વૉકઆઉટ કરી બહાર નિકળી ગયા હતા.

જીગ્નેશ મેવાણી મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે હોદ્દેદારોએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને બહાર મૂકતાંનું આવેદન પત્ર આપી માંગણી કરી હતી કે સીબીઆઇ અથવા નોન-કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને અમારી માંગણી છે કે પીડિતોને 1 કરોડનું વળતર ચૂકવો. આ પ્રકારની માંગણી મોરબીના પીડિતો, તક્ષશિલા પીડિતો, હરણીકાંડના પીડિતોની છે. બળાત્કાર-દુષ્કર્મનો ભોગ બનેલી જસદણની દીકરી બાબતે ભારતીય જનતા પાર્ટીના એક મહિલા આગેવાને મીડિયા સમક્ષ એકથી વધારે વખત સ્ટેટમેન્ટ આપ્યા છે કે તેઓ પાસે જસદણમાં રાજકોટ જિલ્લામાં બળાત્કારનો ભોગ બનેલી બીજી 6 દીકરીઓની માહિતી છે.

તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આગેવાનો દ્વારા શા માટે દીકરીઓ પર બળાત્કાર થાય છે અને ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને તેમના ચહીતા અધિકારીઓની મીલીભગતના કારણે અમદાવાદની શ્રેય હોસ્પિટલ, ભરૂચની એક હોસ્પિટલ, રાજકોટ ટીઆરપીકાંડ, મોરબીકાંડ, હરણીકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટનાઓમાં 240થી વધુ લોકો હોમાયા છે. આ પીડિતો પોતાની વેદના લઇને અમારી સાથે ગુજરાત ન્યાય યાત્રામાં પણ જોડાયા. આજે બધા ગાંધીનગર પહોંચવાના છે. તો શા માટે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી.

જો તમે તમારા મનગતા વિષય પર વિધાનસભાની કાર્યવાહી લાઇવ કરવા માંગતા હોવ તો મારી માંગણી હતી કે જસદણ પીડિતા સાથે શું બન્યું બીજી 6 દીકરીઓના બળાત્કારની વાત ભાજપના જ મહિલા નેતા કરી રહ્યા છે અને હરણીકાંડ, તક્ષશિલા કાંડ સહિતના પીડિતોની વ્યથા એ મુદ્દે રાજ્યની સરકારે શું કર્યું. શા માટે અધિકારીઓ સીબીઆઇને તપાસ સોંપતા નથી તે મુદ્દે ડીબેટ કરીએ એને પણ લાઇવ કરવી જોઇએ, આવી મારી માંગણી હતી. એ મુદ્દે સ્પીકર સાહેબે મને ગૃહમાંથી બહાર નિકળી જવા કહ્યું છે. અને જેથી હું વૉક આઉટ કરીને બહાર આવ્યો છું. તેમના આદેશને માન આપું છું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *