પોરબંદરમાં વૃદ્ધાએ બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટુંકાવ્યું
Jetpur,તા.૧૩
વીરપુર નજીક કેરાળી ગામની સીમમાં જયંતીભાઈ હરિભાઈની વાડીમાં કામ કરતા અને રહેતા યુવકે ગઈ કાલે બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં વાડીમાં હતો ત્યારે પીપળાના વૃક્ષની ડાળ સાથે પ્લાસ્ટિકની નળી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા કેરાળી ગામે ચકચાર સાથે અરેરાટી મચી જવા પામ્યો છે,જ્યારે પોરબંદર શહેરમાં ઝૂરી બાગ પાસે રહેતા વૃદ્ધાએ બીમારીથી કંટાળીને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
કેરાળી ગામની સીમમાં જયંતીભાઈ હરિભાઈની વાડીમાં કામ કરતા અને રહેતા રાયલાભાઈ ઉર્ફે રવજીભાઈ તેરસિંગભાઈ રાઠવા (ઉં.વ.37) નામના યુવકે ગઈ કાલે બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં વાડીમાં હતો ત્યારે પીપળાના વૃક્ષની ડાળ સાથે પ્લાસ્ટિકની નળી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા કેરાળી ગામે ચકચાર સાથે અરેરાટી મચી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક મૂળ એમપીનો છે અને અહી તે દશેક વરસથી વાડીમાં મજૂરી કામ કરે છે.નજીકની વાડીમાં કામ કરતા વ્યક્તિનું ધ્યાન જતા તેણે બૂમો પાડી ગામને એકઠું કર્યું.બlમૃતકને સંતાનમાં એક પુત્ર છે.બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
અન્ય બનાવમાં પ્રાપ્ત માહિતી અનુસાર,પોરબંદર શહેરમાં ઝૂરી બાગ કૈલાશ ગેરેજ, ભવાની બોટલિંગની સામે રહેતા રતનબેન નાથાલાલ હોદ્દાર (ઉં.વ.70) નામના વૃદ્ધાએ બીમારીથી કંટાળીને એસિડ પી લેતા તેને સારવાર અર્થે પોરબંદર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા,જ્યાં ટૂંકી સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોરબંદર કમલાબાગ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી તપાસ હાથ ધરી છે.મૃતક વૃદ્ધાને સંતાનમાં બે પુત્ર પુત્રી છે.બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.