એલસીબી એ દરોડો પાડી 636 બોટલ શરાબ, 11 28 બિયર ના ટીમ અને વાહન મળી રૂપિયા 9.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, બૂટલેગરની શોધખોળ
Jasdan,તા.15
જસદણ વિછીયા ધોરી માર્ગ પર આવેલા નવા માર્કેટિંગ યાર્ડ પાસે એલસીબી એ દરોડો પાડી માલવાહક માંથી રૂપિયા 4.30 લાખની કિંમતના ₹636 બોટલ વિદેશી દારૂ અને એક 1128ના પ્રિન્સ સાથે ગોંડલના શક્ષની ધરપકડ કરી રૂપિયા 9.35 લાખની કિંમતના મુદ્દામાં કબજે કરી ગોંડલના નાની બજારના બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા જિલ્લા પોલીસવડા હિમકરસિંહએ આપેલી સુચના ને પગલે એલસીબીના પીઆઇ વી વી ઓડેદરાસહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે ગોંડલના વોરા કોટડા રોડ પર હુડકો ક્વાર્ટરમાં રહેતો ઇમ્તિયાઝ કાદર મકરાણી નામનો શખ્સ જીજે3 બી ઝેડ ૬૩૫ નંબરના માલવાહકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ તરફથી ગોંડલ તરફ આવી રહ્યા ની હેટ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એચ.સી ગોહિલ, એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ વાઘાભાઈ આલ ,અનિલભાઈ ગુજરાતી અને જીતેન્દ્રભાઈ ગોહિલ સહિતના સ્ટાફે જસદણ વિછીયા બાયપાસ રોડ નવા માર્કેટિંગ આગળ વોચ ગોઠવી હતી ત્યારે ઉપરોક્ત નંબરના આવતા અશોક લેલન કંપનીના બડા દોસ્તને અટકાવી તલાસી લેતા જેમાંથી રૂપિયા 3.18 લાખની કિંમતનો 636 બોટલ વિદેશી દારૂ અને 1. 12 લાખ ની કિંમતની 1128 બિયર ના ટીમ સાથે ગોંડલનો ઈમ્તિયાઝ કાદર મકરાણી ધરપકડ કરી પોલીસે દારૂ ,બિયર, મોબાઈલ અને વાહન મળી રૂપિયા 9.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા ઈમ્તિયાઝ મકરાણીની પ્રાથમિક પૂછપરછ માં આ દારૂનો જથ્થો ગોંડલના મોટી બજાર વિસ્તારમાં રહેતો ઇમરાન ઉર્ફે ઈન્ડો શેખા નામના મેમણ શખ્સને પહોંચાડવાની કબુલાત આપતા તેને શોધખોળ હાથ ધરી છે.