એસઓજીએ દરોડો પાડી 24000 ની કિંમતનો બે કિલો અને 416 ગ્રામ 30 લીલા ગાંજાના છોડ કબજે કર્યા, ખેડૂતની ધરપકડ
Jasdan,તા.18
જસદણ તાલુકાના ખાંડા હડમતીયા ગામની સીમમાં કપાસના પાકમાં ગાંજાની ખેતી કરતા ખેડૂતને એસસોજીએ ઉઠાવી લઈ રૂપિયા 24000 ની કિંમતના બે કિલો અને 416 ગ્રામના 30 ગાંજાના 30 છોડ કબજે કરી સ્થાનિક પોલીસ મથકે ગુનો નોંધી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ વ્યસન થી યુવાઓને બચાવવા માટે નશીલા પદાર્થને હેરાફેરી અને વાવેતર ને અટકાવવા રાજકોટ જિલ્લા એસ.પી. હિમકરસિંહ એ આપેલી સૂચનાને પગલે એસસોજીના પીઆઈ એફ .એમ. પારગી ચેતના સ્ટાફે ઠાગા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે જસદણ તાલુકાના ખાંડા હડમતીયા ગામે રહેતા ખોડા વાઘજી રોજાસરા નામના ખેડૂતે પોતાના વાડીમાં કપાસના પાકમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાને હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ અગ્રાવત અને વિજયગીરી ગોસ્વામીને મળેલી બાતમીના આધારે પીએસઆઇ બી સી મીયાત્રા, એએસઆઈ જયવીરસિંહ રાણા, સંજયભાઈ નિરંજની, ઇન્દ્રસિંહ જાડેજા ,અમિતભાઈ કનેરીયા, અતુલભાઇ ડાભી , હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ અને શિવરાજભાઈ ખાચર સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન બે કિલો 416ગ્રામ 30 ગાંજાના છોડ સાથે ખોડા રોજાસરા ની ધરપકડ કરી રૂપિયા 24000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા ખોડા એ આર્થિક જરૂરિયાત માટે પ્રથમ વખત ગાંજાનું વાવેતર કરવા જતા પોલીસના હાથમાં દબોચાય ગયો છે. જસદણ પોલીસ મથકના ચોપડે ખોડા વાઘજી રોજાસરા વિરુદ્ધ એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો છે