Jasdanની સગીરા ને વડોદરા ના શખસે હવસનો શિકાર બનાવી

Share:

Jasdan,તા.28

સગીરાને ભગાડી જઇ  મિત્રના ઘરે  શરીર સબંધ બાંધ્યો : દુષ્કર્મ આચરનારની ધરપકડ, મદદગારી કરનાર મિત્રની શોધખોળ

જસદણ તાલુકાના વડોદ ગામના શખ્સે મિત્રની મદદથી સગીરાને ભગાડી  મિત્રના ઘરે  દુષ્કર્મ આચર્યું હતું. આ  બનાવમાં પોલીસે દુષ્કર્મ,અપહરણ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી   મુખ્ય આરોપીને ઝડપી લઇ   અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. 

 આ બનાવની  મળતી વિગતો મુજબ,જસદણમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને ગત તા.૧૪ ના કોઇ ભગાડી ગયા અંગે તેના વાલીએ પોલીસે જાણ કરતા જસદણ પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા શોધખોળ શરૂ કરી હતી.દરમિયાન સગીરા જસદણના વડોદ ગામેથી મળી આવી હતી.તેને ભાગાડી જનાર શખસ વડોદ ગામનો જ રાહુલ રમેશભાઇ ઓળકીયા હોવાનું માલુમ પડયું હતું.જેની પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં નિયમ મુજબ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા તેના પર દુષ્કર્મ થયાનું માલુમ પડયું હતું. 

આ અંગે તપાસનીશ અધિકાર જસદણ પોલીસ મથકના પીઆઇ ટી.બી.જાનીએ વિગતો આપતા જણાવ્યું હતું કે,સગીરાનો પરિવાર પણ અગાઉ વડોદ ગામે જ રહેતો હતો. જેથી સગીરા અને આરોપી બંને એકબીજાને ઓળખતા હતાં.દરમિયાન આરોપી સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો.આ સમયે વડોદ ગામે રહેતા તેના મિત્ર જશા ભોળાભાઇ ઓળકિયાએ સગીરાને ભગાડી જવામાં તેની મદદગારી કરી હતી.બાદમાં આરોપીએ સગીરાને મિત્ર જશાના ઘરમાં જ રાખી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.આ અંગે સગીરાના વાલીની ફરિયાદ પરથી પોલીસે રાહુલ રમેશભાઇ ઓકળીયા અને ગુનામાં તેની મદદગારી કરનાર તેના મિત્ર જશા ભોળાભાઇ ઓકળીયા સામે દુષ્કર્મ,અપહરણ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી રાહુલની ધરપકડ કરી હતી.જયારે અન્ય આરોપી જશા ઓળકીયાને ઝડપી લેવા શોધખોળ યથાવત રાખી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *