‘ઉલઝ’ મુવીનાં આ સીન માટે Janhvi Kapoor કરી અનેક મહેનત

Share:

જાહન્વી કપૂરની ઉલઝ મુવી રિલીઝ થઇ ગઇ છે : આ મુવીએ બોક્સ ઓફિસ પર ઠીકઠાક કમાણી કરી છે

Mumbai, તા.૫

આ દિવસોમાં જાહન્વી કપૂર એની ફિલ્મ ‘ઉલઝ’ ને લઇને સતત ચર્ચામાં છે. આ ફિલ્મ ૨ ઓગસ્ટનાં રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઇ છે. ફિલ્મમાં જાહન્વી કપૂરની એક્ટિંગ અને ભૂમિકા લોકોને ખૂબ પસંદ પડી રહી છે. આ વચ્ચે ‘ઉલઝ’નાં ક્લાઇમેક્સને લઇને જબરજસ્ત અપડેટ સામે આવી છે. આ સીનને લઇને સોશિયલ મિડીયામાં યુઝર્સ વાતો કરી રહ્યાં છે. ‘ઉલઝ’નાં ક્લાઇમેક્સ સીન માટે જાહન્વી કપૂરે ચંપલ પહેર્યા વગર એક ઉબડખાબડર સસ્તા પર એક હજાર મીટર સુધી દોડવું પડ્યું હતું. પરંતુ શું તમે જાણો છો આ સીનનું શૂટિંગ ક્યાં થયું છે? ‘ઉલઝ’માં જાહન્વી કપૂર એક આઇએફએસ અધિકારીની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન સુધાંશુ સરિયાએ એએનઆઇને જણાવ્યું કે, ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ લંડનમાં થયુ છે, પરંતુ આનો ક્લાઇમેક્સ સીન મધ્ય પ્રદેશનાં ભોપાલમાં શૂટ કરવામાં આવ્યો છે. આ ક્લાઇમેક્સ શૂટ કરવા માટે એક્ટ્રેસ જાહન્વી કપૂરને ભોપાલમાં એક હજાર મીટર સુધી ખુલ્લાં પગે દોડવું પડ્યું હતું. આ સાથે વધુમાં જણાવ્યું કે, જે દિવસે આ સીન શૂટ થયુ હતુ એનાં એક દિવસ પહેલાં વરસાદને કારણે પૂરું શૂટિંગ બર્બાદ થઇ ગયુ હતુ.

સુધાંશુ સરિયાએ વધુમાં જણાવ્યું કે, વરસાદ પડવાને કારણે લોકેશનને ફરીથી તૈયાર કરવામાં ખૂબ મહેનત લાગી અને અમારી પાસે જરૂરી સિકવેન્સને શૂટ કરવા માટે બહુ ઓછો સમય હતો. સીનને શૂટ કર્યાં પહેલાં જાહન્વી અને મેં સુહાના વિશે ખાસ વાતચીત કરી. આમ, જાહન્વી કપૂરની ફિલ્મ ઉલઝની વાત કરીએ તો આ ફિલ્મમાં હુસૈન, ગુલશન દેવૈયા અને રોશન મૈથ્યુ જેવા સિતારાઓએ મહત્વની ભૂમિકા નિભાવી છે. ફિલ્મનું ડાયરેક્શન સુધાંશુ સરિયાએ કર્યું છે.

જાહન્વી કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં અનેક મોટી ફિલ્મોમાં નજરે પડશે. જેમાં જૂનિયર એનટીઆરની ફિલ્મ દેવરાનું નામ પણ શામેલ છે. જાહન્વી કપૂર અને જૂનિયર એનટીઆરની દેવરા પાર્ટ ૧ ૧૦ ઓક્ટોબરના રોજ તેલુગુ, તમિલ, હિન્દી, કન્નડ અને મલયાલમમાં થિએટર્સમાં રિલીઝ થશે. ફિલ્મ દેવરામાં જાહન્વી કપૂર અને એનટીઆરની સાથે સૈફ અલી ખાન પણ લીડ રોલ પ્લે કરી રહ્યો છે. આ જાહન્વીની પહેલી તેલુગુ ફિલ્મ છે જેને જોવા માટે ફેન્સ સુપર એક્સાઇટેડ છે. આ સિવાય જાહન્વી કપૂર રામ ચરણની ફિલ્મ આરસી ૧૬માં પણ નજરે પડશે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *