ઐશ્વર્યા-અભિના લગ્ન રોકવા Janhvi Kapoor કાપી નાખી હતી હાથની નસ

Share:

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના લગ્ન જીવનની ચર્ચાઓ થઈ રહી છે

Mumbai, તા.૧૫

જ્યારે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન થયા તો દુનિયાભરમાં આ લગ્નની ચર્ચાઓ હતી. એક યુવતી દ્વારા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન રોકવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આ યુવતીનું નામ છે જાન્હવી કપૂર. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના લગ્ન જીવનની ચર્ચાઓ થઈ રહી છે. મોટાભાગે તો આ ચર્ચાઓ એવી છે કે તેમના લગ્ન જીવનમાં બધું બરાબર નથી. પરંતુ આ બધી જ ચર્ચાઓ વચ્ચે બંને એકસાથે પણ જોવા મળે છે. તાજેતરમાં જ્યારે અભિષેક બચ્ચનનો જન્મદિવસ હતો ત્યારે એશ્વર્યા રાયે તેને ખાસ અંદાજમાં વિશ કર્યો. આ પોસ્ટ જોઈને તેમના ડિવોર્સની જે ચર્ચાઓ ચાલી રહી હતી તેના પર વિરામ લાગી ગયો છે. પરંતુ સાથે જ એક ઘટના પણ ચર્ચામાં આવી છે. આ ઘટના છે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નની.૨૦ એપ્રિલ ૨૦૦૭ ના રોજ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન થયા હતા. અમિતાભ બચ્ચનના ઘરમાં અભિષેક બચ્ચનના લગ્નની ધામધૂમ હતી. દેશભરના લોકોની નજર અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન પર હતી. આ ધામધૂમ વચ્ચે એક અપ્રિય ઘટના પણ બની હતી જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન ન થાય તે માટે જાન્હવી કપૂર એ પોતાના હાથની નસ કાપી લીધી હતી.અભિષેક બચ્ચન જ્યારે સજી ધજીને ઐશ્વર્યા સાથે લગ્ન કરવા નીકળ્યો હતો તેની એક ઝલક જોવા માટે પડાપડી થતી હતી. અમિતાભ બચ્ચનના પરિવારના આ ખાસ દિવસે એક હોબાળો પણ થયો હતો. જ્યારે લગ્નની તૈયારીઓ ધામધૂમથી થઈ રહી હતી અને અભિષેકની જાન નીકળવાની જ હતી તે પહેલા જાન્હવી કપૂર જે એક મોડલ હતી તેણે એક દાવો કર્યો. તેણે એવો દાવો કર્યો કે તેના અને અભિષેકના લગ્ન પહેલાથી જ થઈ ગયા છે.જાન્હવી કપૂર એક મોડલ હતી અને તેણે અભિષેક બચ્ચન સાથે ફિલ્મ દસમાં કામ કર્યું હતું. તેણે અભિષેક બચ્ચન પર આરોપ લગાવ્યો કે અભિષેકે તેની સાથે લગ્ન કરી લીધા છે. અને હવે તે ઐશ્વર્યા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.જાન્હવી કપૂર એ જુહુ પોલીસ સ્ટેશનમાં અભિષેક વિરુદ્ધ કેસ નોંધાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પરંતુ તેની પાસે કોઈ જ પુરાવા ન હતા તેથી પોલીસે તેનો કેસ નોંધ્યો નહીં. આ વાતથી રોષે ભરાઈને જાન્હવી કપૂરએ પોતાના હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.જાન્હવી કપૂરને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં તેણે એશ્વર્યા રાઈ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે તેણે તેના પતિ એટલે કે અભિષેક બચ્ચનને તેનાથી દૂર કરી દીધો છે. જાન્હવી કપૂર વર્ષ ૨૦૦૫ થી ૨૦૦૭ દરમિયાન મોડલ અને ડાન્સર હતી. ૨૦૦૫ માં તેને અભિષેક બચ્ચનની ફિલ્મ દસમાં એક ગીતમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. આ ગીતમાં પણ તે બેકગ્રાઉન્ડ ડાન્સર હતી. ત્યાર પછી તેણે એવો દાવો કર્યો કે અભિષેક બચ્ચન અને તેની સાથે લગ્ન કરી લીધા છે. આ સમગ્ર ઘટનાના કારણે અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *