Jamnagar,તા.03
જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતા અને ટાઉનહોલ વિસ્તારમાં પ્રયોશા ટ્રાવેલ્સ નામની ટ્રાવેલ્સ એજન્સી ચલાવતા ધવલભાઈ પ્રભુલાલભાઈ મકવાણાએ પોતાના ઉપર તેમજ પોતાના મોટાભાઈ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે મિલનભાઈ મારડીયા તેમજ જય મારડિયા અને વિકી મારડિયા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી મિલનભાઈ ને જામનગર થી અમદાવાદની રેલવેની ૧૦ ટિકિટના પૈસાની લેતી દેતીના મામલે તકરાર થઈ હતી. જેઓએ ટેલીફોન કરીને પૈસાની માંગણી કરતાં ત્રણેય આરોપીઓ ફોન કાપીને ઓફિસે ધસી આવ્યા હતા, અને આ હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે.
જ્યારે સામા પક્ષે મિલનભાઈ મારડિયાએ પોતાના ઉપર હુમલો કરવા અંગે ધવલભાઇ મકવાણા સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. વધુ તપાસ ચલાવી રહ્યા છે.