Jamnagar,તા.24
જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામ પાસે એક રીક્ષા તેમજ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈક સવાર યુવાન તથા પાછળ બેઠેલા મહિલાને નાની મોટી ઈજા થઈ છે, અને જી.જી હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામના પાટીયા પાસે ગઈકાલે જીજે 10 ટી. ઝેડ. 2421 નંબરની રિક્ષાના ચાલકે સામેથી આવી રહેલા જી.જે.11 સી.એન.4177 નંબરના બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બાઈકના ચાલક ઉત્તમભાઈ માંછારામ મેસવાણિયા નામના યુવાન તેમજ બાઈકમાં પાછળ બેઠેલા પુનમબેન રાહુલભાઈ ભારાઈ બંનેને ફેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી, અને જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતના બનાવ અંગે શાંતીબેન કમલેશભાઈ શર્માએ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પંચકોશી એ ડિવિઝનના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.