Jamnagar તા ૧૫
મૂળ પોરબંદર જિલ્લાના કુતિયાણા ગામના વતની રામભાઈ કેશાભાઈ ગુરગટીયા ₹ઉંમર વર્ષ ૫૫), અને તેમના પત્ની માલીબેન રામભાઈ રબારી કે જેઓ ગઈકાલે સાંજે જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના પાટિયા પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. ઉપરોક્ત અકસ્માતમાં દંપત્તિ માર્ગ પર પટકાયું હતું, અને બંનેને નાની મોટી ઇજા થઇ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અકસ્માતના બનાવવા અંગે માલીબેન રબારીએ અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં જામજોધપુર પોલીસે કારચાલકની શોધ ખોળ હાથ ધરી છે.