Jamnagar હોળીની રાત્રે જુગાર રમવા એકત્ર થયેલા કાલાવડ- રાજકોટના ૭ ખેડૂત- વેપારીઓ પકડાયા

Share:
Jamnagar, તા 15
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદ પર ગામની વાડી વિસ્તારમાં હોળીની રાત્રે કેટલાક વેપારીઓ અને ખેડૂતો કાલાવડ તેમજ રાજકોટ પંથક માંથી જુગાર રમવા માટે એકત્ર થયા છે, તેવી ચોક્કસ બાતમી કાલાવડ ગ્રામ્ય પોલીસને મળી હતી, જે બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ૭ પત્તા પ્રેમીઓ જુગાર રમતાં મળી આવ્યા હતા.
 આથી પોલીસે જુગાર રમી રહેલા અશોક રત્નાભાઇ પાંભર,- ખેડૂત આણંદ પર ગામ કાલાવડ, તેમજ દેવરાજભાઈ અરજણભાઈ સાંઘાણી- ખેડૂત આણંદપર, દ્વારકેશભાઈ મગનભાઈ રામાણી- ખેડૂત રાજકોટ નગર પીપળીયા લોધીકા, વિપુલ ગોરધનભાઈ મારકણા- વેપારી રાજકોટ, રામજીભાઈ પાંભર -ખેડૂત આણંદપર કાલાવડ, રાજેશ મોહનભાઈ જેસડીયા- ખેડૂત આણંદપર, તેમજ વિક્રમ રઘુભાઈ દુધાત્રા- ખેડૂત લોધિકા- રાજકોટ  ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી ૪૯,૫૦૦ ની રોકડ રકમ, ફોરવીલ કાર તથા જુગારનું સાહિત્ય સહિત ૮,૪૧,૭૪૦ ની માલમતા કબજે કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *