Jamnagar તા.15
જામનગર નજીકના હાપા ખાતે એક શોરૂમમાં યુવાનને ઇલેકટ્રીક શોક લાગતા યુવાનનું મોત નિપજ્યાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જામનગર શહેરના અખાડા ચોકમાં રહેતાં જલાલખાન નિઝારખાન બ્લોચ (ઉ.વ.21) નામનો યુવાન શહેર નજીક આવેલા હાપા ખાતે એક શોરૂમમાં નોકરી કરતો હતો. દરમિયાન ગત્ તા.13ના રોજ નોકરી દરમિયાન તેને શોરૂમ ખાતે જ ઇલેકટ્રીક કરંટ લાગ્યો હતો.
જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરને યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા નિઝારખાન મહોબ્બતખાન બ્લોચે પોલીસમાં જાણ કરતાં બેડી મરીન સ્ટાફે મોત અંગેની નોંધી કરી આગળની તપાસ હાથ ધરી છે.