Jamnagar તા.15
જામનગરમાં હેમાળો ધીમે-ધીમે જમાવટ કરતો હોય વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.લઘુત્તમ તાપમાન આંશિક ઘટીને 19 ડિગ્રી રહ્યું હતું. જયારે ગરમી 33 ડિગ્રી યથાવત રહી હતી. બપોરે હજુ આકરા તાપનો અહેસાસ લોકો કરી રહ્યા છે. ભેજનું પ્રમાણ 64 ટકા રહ્યું હતું.
અને બપોરે આકારા તાપના કારણે ગરમીથી મિશ્ર ઋતુનો અનુભવ છેલ્લાં ઘણાં દિવસોથી લોકો કરી રહ્યા છે.
ખાસ કરીને રાત્રીથી વહેલી સવાર સુધી ગુલાબી ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે, હજુ બપોરે તાપના કારણે ગરમી યથાવત રહી છે. શહેરમાં બેવડી ઋતુના દૌર વચ્ચે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 19 ડીગ્રી નોંધાયું હતું તથા કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો 33 ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક વધીને 64 ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ 3.2 કીમી રહી હતી. શિયાળાએ ધીમા પગલે જમાવટ કરતા મોડી રાત્રે અને વહેલી સવારે પંખા, એસી બંધ કરવાની ફરજ લોકોને પડી છે.