Jamnagar,તા.૧૭
જામનગરમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો લોકોને રોજગારી આપતા બ્રાસપાર્ટના ઉદ્યોગમાં અવારનવાર છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી હોય છે. નિતનવા અખતરા કરી છેતરપિંડી આચરવામાં આવતી હોય છે ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં જામનગરના બ્રાસપાટના એક કારખાનેદાર સાથે તેના જ પૂર્વ મહેતાજી(એકાઉન્ટન્ટે) બંધ કરેલી પેઢીના જીએસટી નંબરમાં બોગસ ટ્રાન્જેક્શન કરાવી ૫ કરોડની છેતરપિંડી આચરી.
જી.એસ.ટી. વિભાગમાંથી કારખાનેદાર સામે સમન્સ નીકળતાં સમગ્ર પ્રકરણનો ભાંડાફોડ થયો છે. હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.જામનગરના બેડી બંદર રોડ પર તિરુપતિ પાર્કમાં રહેતા વિષ્ણુભાઈ જગદીશભાઈ પંડ્યાએ આરોપી રાજુભાઈ જગેટીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે જેમાં વિષ્ણુભાઈ પંડ્યા નામના વેપારી જૂના ધંધાના નામે બોગસ જી.એસ.ટી ટ્રાન્ઝેક્શન કરી અંદાજે પાંચેક કરોડનું કૌભાંડ આચરવા અંગે પોતાને ત્યાં અગાઉ મહેતાજી તરીકે કામ કરતા રાજુભાઈ જગેટીયા મારવાડી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી પોતાના પિતાની સાથે બ્રાસપાર્ટનું કારખાનું ચલાવતા હતા.પરંતુ ૨૦૨૦ માં કારખાનું બંધ કરીને હાલ તેઓ પૂજા પાઠ કરી ગુજરાન ચલાવે છે. તેઓ શંકરટેકરી ઉધોગનગર, કૈલાશ મેટલ ખાતે રીધ્ધી સીધ્ધી કાસ્ટીંગ નામની બ્રાસપાર્ટની પેઢી(કારખાનુ) ચલાવતા હતા. ત્યારે આરોપી મેતાજી (એકાઉન્ટટ) તરીકે ફરીયાદીનુ કામ કરતા હોય અને આ કામના ફરીયાદીની સદર પેઢી વર્ષ ૨૦૨૦ માં બંધ થઇ ગયેલ હોય જેનાથી આ કામના આરોપી વાકેફ હોય તેમ છતા ફરીયાદીની જાણ બહાર તેનુ આઇ.સી.આઇ.સી.આઇ. બેંકમા નં.૦૨૦૫૦૫૦૧૨૧૧૩ નુ એકાઉન્ટ ખોલી ફરીયાદીની જાણ બહાર અર્થમેટ ફીનાંસીંગ ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ માંથી પર્સનલ લોન મેળવી લીધી હતી.
વર્ષ ૨૦૨૦ માં પેઢી બંધ થતા તેના ફરીયાદીના જી.એસ.ટી. નં ૨૪ઇઆરએકસપીપી૦૪૮૪એચ૧૨૬ વાળા એકાઉન્ટમાં ખોટી રીતે જી.એસ.ટી.મા સને ૨૦૨૦ થી ૨૦૨૪ સુધી આ કામેના ફરીયાદીના ધંધાકીય ડોકયુમેન્ટ(દસ્તાવેજો)નો ઉપયોગ કરી ઇનપુટ ટેક્ષ ક્રેડીટ ખોટી રીતે મેળવી ફરીયાદી સાથે વિશ્વાસધાત/છેતરપીંડી કરી હતી. પોલીસે ફરિયાદી વિષ્ણુભાઈ પંડ્યા ની ફરિયાદના આધારે અગાઉના મેતાજી રાજુભાઈ સામે છેતરપિંડી અંગેની ફરિયાદ દાખલ કરી ઊંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી છે આરોપી રાજુભાઈને અટકાયત કરી છે.