Jamnagar ના ગુરૂદ્વારા ખાતે ગુરૂ નાનકદેવની 555મી જન્મજયંતિની ઉજવણી

Share:

Jamnagar તા.15 
જામનગરમાં ગુરુદ્વારા ખાતે  ગુરુનાનક દેવજીની 555મી જન્મ જયંતિ હર્ષો ઉલ્લાસથી  ઉજવણી  કરવામાં આવી જેમાં સમગ્ર ગુરુદ્વારાને રોશની શણગારવા આવ્યુ હતું.

જામનગર ખાતે ગુરુદ્વારે ગુરુસિંઘ  સભામાં ગુરુનાનકજીની 555મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવવામાં આવી રહી છે.   જેમાં ગુરુદ્વારા ખાતે થી પ્રભાત ફેરી આયોજન કરવામાં આવ્યું હતું અને સેજ સાહેબ નું આરંભ કરવામાં આવ્યુ હતું. જે આજે 15નવેમ્બર ના દિવસે સેજપાઠ જી ની સમાપ્તિ કરવા આવી હતી તે પછી શબ્દ કીર્તન તે પછી ગુરુ કે લંગર મહા પ્રસાદ નું પણ આયોજન કરવા આવ્યુ છે જેમાં શીખ સમાજના ભાઈઓ-બહેનો અને ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં જોડાયા હતા.

ગુરુનાનક દેવ જી ના જન્મ અવતાર માતા તૃપ્તા જી  અને પિતા મેહતા કાલૂ જીના  ઘરે નાનકાણા સાહેબ માં થયો હતો જે હાલ પાકિસ્તાન માં છે ,શીખ ધર્મ ના પહેલા ગુરુ ગુરુનાનદેવ જી હતા, તેમના તન સિદ્ધાંતો હતા ’નામ જપો; કીર્તન કરો અને વંડ છકો,,અર્થ થાત હંમેશા ભગવાન ને યાદ કરો ,,મહેનત કરો ,,અને એક બીજા હળી-મળી ને સંપી ને લોકોની  સેવા કરો,,તેમણે આખી દુનિયા નું પરિભ્રમણ પણ કર્યું હતું. છેલ્લે તે કરતારપુર માં અંતિમ સમયમાં રહેતા હતા ત્યાં તે જોતીજોત સમાગએ  દેવ લોક  ગયા હતા. 

આજે આખો વિશ્વ  ગુરુનાનક દેવજી ની 555મી  જન્મ જયંતિ ઉજવી રહી છે ત્યારે જામનગર ના ગુરુદ્વાર માં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યકર્મો કરવામાં આવ્યા  હતા, આજ રોજ 10 વાગે  સેજ પાઠજી ની સમાપ્તિ કરવા આવી હતી ,તે પછી ગંગાનગર થી વિશેષ મહેમાન  સાહેબ ગગનદીપ સિંઘ જી શબ્દ કીર્તન, કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ’ ગુરુકા લંગર’ પ્રસાદીનું આયોજન કરવા આવ્યુ  છે જેમાં શીખ  સમાજ અને સિંધી સમાજ લોકો ભાગ લીધો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *