Jamnagar,તા,14
કાલાવડ તાલુકાના નવાગામ વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરા તેમના પરિવાર સાથે સંતરામપુરમાંથી ખેત મજૂરી અર્થે આવી હતી, દરમિયાન ગત તા.2.11.ના રોજ તેના વતનનો યુવાન સગીર યુવતિને વાલીપણામાંથી અપહરણ કરી જતા યુવક સામે ફરિયાદ નોંધાઇ છે.
સંતરામપુર પંથકનો શ્રમિક પરિવાર ખેત મજૂરી અર્થે નવાગામ વિસ્તારમાં આવેલ તે દરમીયાન પાડોશમાં ભાગ રાખીને રહેતા વિકાસ શંકરભાઇ બામણીયા રહે. દોરી લીમડાગામ, તા. સંતરામપુરવાળા સાથે સગીરા પરિચયમાં આવી હતી અને 2 નવેમ્બરના રોજ વિકાસ બામણીયાને સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી જતાં સગીરાના પરિવારે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.