Jamnagar તા.15
જામનગર જિલ્લામાં 6 સેન્ટરો ઉપર ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થઈ ચુક્યો છે. જેમાં હાપા યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી શરૂ કરવામાં આવી હતી અને 100 ખેડુતોને બોલાવવામાં આવ્યા હતાં. એક ખેડૂતના હિસાબે 125થી 200 મણ સુધીની મગફળી ખરીદી કરવામાં આવશે અને દૈનિક 100થી 150 ખેડુતોને બોલાવવામાં આવશે.
જામનગર જિલ્લામાં છ તાલુકામાં કુલ49145 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.જેમાં ધ્રોલમાં 7705,જામજોધપુરમાં 7700,જોડિયામાં 4541,કાલાવડમાં 12697,લાલપુરમાં 7776 જામનગરમાં 8726 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવેલ છે. માર્કેટીંગ યાર્ડ હાપા ખાતે જામનગર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જામનગર, ધ્રોલ, જોડીયા, કાલાવડ, જામજોધપુર અને લાલપુર તાલુકામાં ટેકાના ભાવે મગફળી વેંચાણ માટે નોંધાયેલા ખેડુતોને દૈનિક 100 થી 150 તાલુકામાં નોંધાયેલા ખેડુતોને એસએમએસથી જાણ કરવામાં આવી હતી.
નોંધણી કરનાર તમામ ખેડુતોનું 125થી. 200 મણ જેટલી મગફળી ક્ષેત્રફળના હિસાબે લેવામાં આવશે. ટેકાના ભાવે જામનગર જિલ્લામાં શરૂ થતાં ખેડુતોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. હાલ બજાર ભાવ કરતા ખેડુતોને પ્રમાણમાં ઉંચા મળી રહ્યા હોવાનું ખેડુત સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.