Jamnagar,તા.01
જામનગરમાં અંધાશ્રમ આવાસનું ડિમોલેસન કાર્ય ચાલી રહ્યું હતું, જે દરમિયાન એક શ્રમિક યુવાન હિટાચી મશીન ની હડફેટે ચડી જતાં ઈજા થઈ હોવાથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેના બંને પગ કાપવા પડ્યા છે. પોલીસે હિટાચી મશીનના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંધઆશ્રમ ની આવાસ કોલોની માં રહેતો રાણાભાઇ ગોવિંદભાઈ અસવાર નામનો ૪૫ વર્ષનો યુવાન ગત તા ૧૨.૧૨.૨૦૨૪ ના રોજ આવાસ કોલોનીમાં ડિમોલેસન સમયે ભંગારનો સામાન વિણી રહ્યો હતો, જે દરમિયાન હીટાચી મશીન ના ચાલકે તેને હડફેટમાં લઈ લેતાં તેના બંને પગ ચગદાયા હતા, અને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ મા દાખલ કરવામાં આવ્યો હતો.
જયાં સારવાર દરમિયાન તેના બંને પગ કાપવાના વારો આવ્યો હતો, અને ઓપરેશન કરી તેના બંને પગ કાપી નાખવામાં આવ્યા છે, અને હાલ પોતે સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યો છે.