Jamnagar, તા.01
જામનગર જિલ્લાના અમરાપર ગામના વતની અને રાજકોટમાં રહેતા અંકિતભાઈ નારણભાઈ ઘાડીયાનું તા.31-12-2024ના રોજ અચાનક હાર્ટ એટેક આવવાથી અવસાન થયું છે. માત્ર 32 વર્ષની નાની ઉંમરે તેમનું અકાળે નિધન થતાં પરિવાર, મિત્રો અને સમગ્ર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અંકિતભાઈ સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં સક્રિય રહેતા અને વ્યાપક પ્રતિષ્ઠા ધરાવતા હતા. ગઈકાલે બપોરે 12:10 વાગ્યાની આસપાસ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને સારવાર માટે લઈ જવામાં આવતા હતા, ત્યારે રસ્તામાં જ તેમનું નિધન થયું હતું. અંકિતભાઈને ત્રણ વર્ષના બે જુડવાં સંતાન હતા. તેમના નિધનથી તેમનો પરિવાર હિબકે ચઢ્યો છે. તેમના અવસાનથી રાજકીય વર્તુળમાં શોકની લાગણી વ્યાપી છે.