Jammu and Kashmir,તા,09
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના શાંગસ અને કોકરનાગમાં આતંકીઓએ કથિતરૂપે જંગલમાં પેટ્રોલિંગ કરતાં ટેરેટોરિયલ આર્મીના બે જવાનોનું અપહરણ કરી લીધું હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે.
એક જવાન કોઈ રીતે મુક્ત થયો પણ…
તેમાંથી એક જવાન કોઈ રીતે ઘાયલ અવસ્થામાં આતંકીઓના ચુંગાલથી મુક્ત થવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય એક જવાન હજુ પણ આતંકી દ્વારા બંધક બનાવી રખાયો હોવાની માહિતી છે. તેને મુક્ત કરાવવા માટે સુરક્ષાદળોએ મોટાપાયે એક અભિયાન હાથ ધર્યું હોવાની જાણકારી મળી રહી છે. માહિતી મુજબ અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ટેરિટોરિયલ આર્મી (TA)નો હજુ પણ એક જવાન આતંકીઓના ચુંગાલમાં છે. તેમણે કહ્યું કે અનંતનાગના જંગલ વિસ્તારમાંથી બે ટીએ સૈનિકોનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે, તેમાંથી એક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.