Jamkandorana,તા,30
જામ કંડોરણા ના દૂધીવદર ખાતે આવેલ ફોફળ ડેમમાંથી ખેડૂતોને ખેતીમાં સિંચાઈ અર્થે પાણી છોડવામાં આવ્યું છે જેનો જામકંડોરણાના પાંચ ગામ અને ધોરાજી તાલુકાના પાંચ ગામ હદ વિસ્તારમાં આવતા કેનાલ આસપાસના ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનો લાભ મળી રહેશે.
ફોફળ ડેમના અધિકારી એમ.જી.અપારનાથી એ જણાવ્યું હતું કે 2024 / 25 ના વર્ષ માટે ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું નક્કી કરવામાં આવતા હાલ ડેમમાંથી સિંચાઈ અર્થે 105 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું છે જેનો ધોરાજી અને જામકંડોરણા તાલુકાના 10 જેટલા ગામો અને 1600 હેક્ટર જમીન ને લાભ મળવાનું છે જેનાથી ખેડૂતોને રવિ પાક માટે પીએફ નો લાભ મળવાનો છે ડેમની સપાટી 25 50 ફૂટની છે તેમજ 90 ટકા ડેમ ભરાયેલો છે 1700 mcft પાણી ડેમનો જથ્થો રહેલો છે.
રવિ પાક માટે સામાન્ય રીતે ખેડૂતોને સિંચાઈ માટેના પાણીની જરૂરિયાત રહેતી હોય છે અને ખેડૂતોએ ઘઉં જીરું ધાણા ચણા ડુંગળી લસણ તુવેર જેવા પાકોનું વાવેતર કરેલું હોય જેમાં પાણીની જરૂરિયાત રહેતી હોય અને એ જરૂરિયાત સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની માગણી અન્વયે પૂરી કરવામાં આવતી હોય છે જેને લઇ સિંચાઈમાં ખેડૂતોને ખૂબ જ લાભદાયી રહે છે