Jamkandoranaતા.૧૮
જામનગર જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ તથા શ્રી સત્યસાંઈ સમિતિ જામનગર દ્વારા ભગવાન શ્રી સત્યસાંઈ બાબાના યુ. કે. નિવાસી સત્સંગીઓના આથિર્ક સહયોગથી તા. ૨૨-૧૨-૨૦૨૪ ને રવિવારના રોજ સવારના ૯-૦૦ થી બપોરના ૧૨-૦૦ વાગ્યા સુધી કોયાણી સમાજ જામકંડોરણા ખાતે વિનામૂલ્યે નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞનુ આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં આંખના રોગો જેવા કે મોતીયો, ઝામર, પરવાળા વગેરેનુ નિદાન કરી વિનામૂલ્યે દવાઓ આપવામાં આવશે તેમજ ઓપરેશનની જરૂરિયાતવાળા દદૅીઓને તેજ દિવસે વિરનગર સંસ્થાની બસમાં લઈ જવાશે અને પાછા જામકંડોરણા બસમાં મુકી જશે દંતયજ્ઞ કેમ્પમાં હલતા દાંત તપાસી યોગ્ય સારવાર અને દવા આપવામાં આવશે અને જરૂર જણાશે તો ઈંજેક્શન વગર જાલંધર બધ યોગ પધ્ધતિથી દાંત તથા દાઢ કાઢી આપવામાં આવશે આ કેમ્પનો જામકંડોરણા તાલુકાના જરૂરિયાતમંદ લોકોએ લાભ લેવા જણાવેલ છે અને કેમ્પની વધુ માહિતી માટે રમેશભાઈ કોયાણી મો. નં. ૯૯૨૪૯૩૧૮૩૧ તથા વિજયભાઈ મો. નં. ૮૧૬૦૪૬૨૨૮૨ નો સંપર્ક સાધવા જણાવેલ છે.