સોનારડી ગામે કારે બાઇકને ઠોકરે લેતાં ચાલકનું મોત , પરિવારમાં શોક
Jamjodhpur,24
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિધ્ધપર ગામે રહેતા આધેડનું જૂનાગઢથી પરત આવતી વેળાએ સોનારડી ગામે કારે બાઇકને હડફેટે લેતા મોત નિપજ્યું છે.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિધ્ધપર ગામે રહેતા ભરતભાઈ ધીરુભાઈ સિધ્ધપુરા (ઉં.વ.43) નામના આધેડનું સોનારડી ગામે કારે બાઇકને હડફેટે લેતા મોત નિપજ્યું છે.પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડ જુનાગઢથી ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને ઠોકરે લેતાં સોનારડી ગામે આધેડનું અકસ્માત સર્જાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ આધેડનું મોત નિપજ્યું છે.બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.