Junagadhના યુવાનને ડિજીટલ અરેસ્ટ કરી છેતરપિંડી કરાઈ

Share:

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી ધમકી આપી : તાઈવાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ મળ્યું છે તેમ જણાવી રૂપિયા લીધા હતા

Junagadh, તા. ૧

જુનાગઢમાં રહેતા એક યુવાનને સાયબર ગઠિયાઓએ મુંબઈ ક્રાઈમબ્રાન્ચના અધિકારીની ઓળખ આપી તાઈવાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ મળ્યું છે. જેમાં તમારા આધારકાર્ડનો ઉપયોગ થયો છે. તેવી વાત કરી જેલનો ડર બતાવી યુવાનને ડિજીટલ અરેસ્ટ કર્યો હતો. બાદમાં જેલમાં જવું ન પડે તે માટે અલગ-અલગ ખાતાઓમાંથી કુલ ૨૬.૧૫ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. આ અંગે ફરિયાદ થતા આજે જુનાગઢ સાયબર પોલીસે અજાણ્યા ગઠિયાઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના શશીકુંજ રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને બેંગ્લોરની કંપનીમાં સિનીયર કન્સલ્ટન્ટટ તરીકે નોકરી કરતા મનન શશીકાંત મહેતા વર્ક ફ્રોમ હોમ કરતા હતા.

ત્યારે મુંબઈની ડીએચએલ કુરીયર કંપનીના કસ્ટમર ઓફિસર અમિતકુમાર બોલું છું. તેમ અંગ્રેજીમાં વાત કરી હતી. તમારા નામની એક પાર્સલ તાઈવાનના એડ્રેસ પર મોકલવામાં આવ્યું છે. જે મુંબઈ કસ્ટમ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યું છે. જેમાં તમારા આધારકાર્ડનો ઉપયોગ થયો છે. આ પાર્સલમાં ૪ કિલો કપડા, એક લેપટોપ, પાંચ પાસપોર્ટ અને ૨૦૦ ગ્રામ એમડી ડ્રગ્સ અને ૩૫ હજાર મળ્યા છે. તમારે અમારા ઉપલા અધિકારી અંકિત શર્મા સાથે વાત કરવી પડશે તેમ કહી ફોન ટ્રાન્સફર કર્યો હતો.

મનન મહેતાએ ડરી આ લોકો જેમ કહેતા હતા તે પ્રમાણે કર્યું હતું. તથા આ શખ્સોએ તમે જે અલગ-અલગ જગ્યાએ રૂપિયા રોક્યા હોય તે બધા ભેગા કરી એસબીઆઈ ખાતામાં જમા કરાવો તેમ કહેતા મનને તેની સેવિંગ કરેલી રકમ એસબીઆઈમાં ટ્રાન્સફર કરી હતી. આ શખ્સોએ કુલ ૨૬.૧૫ લાખ ચાર અલગ-અલગ ખાતામાં જમા કરાવી લીધા હતા. જો આમાં સંડોવણી નહી ખુલે તો પૈસા ૩૦ મિનીટમાં પરત અપાવી દેશે તેવી વાત કરી હતી.

પૈસા જમા કર્યા બાદ મનન મહેતાએ એકાદ કલાક સુધી રાહ જોઈ હતી. ત્યારબાદ પૈસા પરત ન આવતા તેણે આ શખ્સોના નંબર પર સંપર્ક કર્યો હતો. પરંતુ બધા ફોન બંધ થઈ ગયા હતા. ત્યારે મનન મહેતાને પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થયાની જાણ થતા આ મામલે તેણે સાયબર પોલીસને અરજી આપી હતી. જેના આધારે જુનાગઢ રેન્જ સાયબર પોલીસે અજાણ્યા ગઠીયાઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Junagadhના યુવાનને ડિજીટલ અરેસ્ટ કરી છેતરપિંડી કરાઈ

E paper Dt 02-02-2025

Leave a comment

Your email address will not be published. Required fields are marked *