આગામી AI એક્શન સમિટ INDIAમાં યોજવાના પ્રસ્તાવને FRANCEનું સમર્થન
આપણે સાયબર સિક્યુરિટી, ખોટી અથવા ગેરમાર્ગે દોરતી માહિતીઓ અને ડીપ ફેક જેવી ચિંતાઓનું નિવારણ કરવું જોઈએ
Paris, તા.૧૨
હાલ વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) રાજકારણ, અર્થતંત્ર, સુરક્ષા અને સમાજ સહિતની તમામ વસ્તુઓમાં પરિવર્તન લાવી રહી હોવાનું જણાવતાં Prime Minister Narendra Modiએ તેને વધુ વિશ્વસનીય, પારદર્શક અને પૂર્વાગ્રહોથી મુક્ત બનાવવા પર ભાર મુક્યો હતો. આ ઉપરાંત modiએ આગામી AI એક્શન સમિટ INDIAમાં યોજવાનો પણ પ્રસ્તાવ મુક્યો હતો. આ પ્રસ્તાવને France સમર્થન આપ્યું હતું. Franceના President ઈમેન્યુઅલ મેક્રોં સાથે અહીં યોજાઈ રહેલી AI એક્શન સમિટની સહઅધ્યક્ષતા કરી રહેલાં વડાપ્રધાન MODIએ જણાવ્યું હતું કે, AI આ સદીમાં માનવતા માટે કોડ લખી રહી છે. AI માટે એક વૈશ્વિક માળખું રચવા માટે સામુહિક પ્રયાસો કરવા પર Prime Minister Narendra Modiએ ભાર મુક્યો હતો. આપણે Technologyને મુક્ત કરી લોકોને ઉપયોગી હોય તેવી Applicationsનું નિર્માણ કરવું જોઈએ. આપણે Cyber Security, ખોટી અથવા ગેરમાર્ગે દોરતી Information અને Deep Fake જેવી ચિંતાઓનું નિવારણ કરવું જોઈએ. પૂર્વાગ્રહથી મુક્ત ગુણવત્તાયુક્ત ડેટાસેટ્સ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મુકતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, Technology અસરકારક અને ઉપયોગી નિવડે તે માટે સ્થાનિક પરિસ્થિતિઓને અનુરૂપ હોવી જોઈએ. આપણાં સામુહિક મૂલ્યોને જાળવી રાખવા, જોખમોનો ઉકેલ લાવવા તથા વિશ્વાસ સ્થાપિત કરવા માટે AIના સંચાલન અને માપદંડ નિર્ધારિત કરવા માટે વૈશ્વિક પ્રયાસોની જરૂર હોવાનું જણાવતાં વડાપ્રધાને ઉમેર્યું હતું કે, સંચાલનનો અર્થ માત્ર જોખમોના સમાધાન કે હરીફાઈ પૂરતો મર્યાદિત નથી પરંતુ તેમાં સંશોધનને પ્રોત્સાહન આપી વૈશ્વિક સુખાકારી માટે તેનો અમલ કરવાનો છે.
America, Britainએ AI ડેક્લેરેશન પર હસ્તાક્ષર ના કર્યા
America અને United Kingdomએ Parisમાં યોજાઈ રહેલી વૈશ્વિક AI એક્શન સમિટના આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કર્યો હતો. India, France ઉપરાંત China સહિતના દેશોએ આ ટેન્કોલોજીના વિકાસ માટે મુક્ત, સમાવેશક અને નીતિગત અભિગમ અપનાવવાની પ્રતિબદ્ધતા દાખવતા આ કરાર પર હસ્તાક્ષર કર્યાં હતાં. UKએ હસ્તાક્ષર નહીં કરવાનું કારણ આપતાં જણાવ્યું હતું કે, તે આ એગ્રીમેન્ટના કેટલાંક ભાગ સાથે સહમત નથી. આ અગાઉ Americaના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે પણ હસ્તાક્ષર કરવાનો ઈનકાર કરતાં જણાવ્યું હતું કે, વધુ પડતાં નિયમોને કારણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)નો ઉભરી રહેલો ઉદ્યોગ શરૂ થવાની સાથે જ નષ્ટ થઈ જશે.