Israel,તા.30
ઈઝરાયલના કબ્જામાં રહેલા ગોલન હાઈટ્સ વિસ્તાર સ્થિત મજદલ શામ્સ શહેર નજીકનાં ડ્રૂઝ ગામ પાસેનાં ખુલ્લાં મેદાનમાં શનિવારે સાંજે ફૂટબોલ રમતાં બાળકો ઉપર રોકેટ્સ પડતાં 11 બાળકોનાં મોત થયાં હતાં. આ સમાચાર અત્યારે યુ.એસ.ની મુલાકાતે ગયેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂને મળતાં તેમણે કહ્યું હતું કે, આ દુષ્ટકૃત્ય કરનાર હિઝબુલહને તે માટે ભારે હિંમત ચૂકવવી પડશે, ઇઝરાયલ તેને જવાબ આપ્યા વિના નહીં રહે. ઇઝરાયલના વડાપ્રધાનનાં કાર્યાલયે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે હવે વડાપ્રધાન બની શકે તેટલા વહેલા સ્વદેશ પાછા ફરવા માગે છે. તેઓ પ્રમુખ બાયડેનને પણ મળ્યા હતા, અને અમેરિકી સંસદ (કોંગ્રેસ)નાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને પણ આ સપ્તાહે સંબોધને કર્યું હતું.
હિઝબુલ્લાહ ઉપર હુમલો કરવા તૈયારીઓ
દરમિયાન ઇઝરાયલી સેનો કહ્યું હતું કે તે હિઝબુલ્લાહ ઉપર હુમલો કરવા તૈયારીઓ કરી રહ્યું છે. ઇઝરાયલી સેનાઓના પ્રવક્તા રીયલ એડમિરલ ડેનિયલ હેગાકીએ ઠ ઉપરના વિડીયો મેસેજમાં જણાવ્યું હતું કે આ હુમલો હીઝબુલ્લાહનો સાચો ચહેરો દર્શાવી આપે છે. તે એક એવું ત્રાસવાદી સંગઠન છે. હું જે બાળકોની પણ હત્યા કરે છે. આ સાથે તેઓએ ગત વર્ષે સાતમી ઓક્ટોબરથી શરૂ કરી હમાસ દ્વારા કરાયેલા પ્રાણઘાતક હુમલાઓની યાદી પણ તેઓનાં પ્લેટફોર્મ પર દર્શાવી હતી, સાથે વર્તમાન ઓલિમ્પિક્સનો ઉલ્લેખ કરતાં તેઓે કહ્યું કે ઇઝરાયલ રમતવીરોની આગામી પેઢીથી પણ તેઓ હત્યા કરી રહ્યા છે.
તો પછી હુમલો કોણે કર્યો ?
હીઝબુલ્લાહ કહે છે કે તેણે કે તેની સેનાકીય પાંખ ઇસ્લામિક રિઝિસ્ટન્સે આ હુમલો કર્યો નથી. તો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તો પછી તે હુમલો કોણે કર્યો ? નિરીક્ષકો માને છે કે હુમલો કરતાં કરાઈ ગયો પરંતુ વળતા પ્રહારોના ભયે હિઝબુલ્લાહે કહ્યું હશે કે તે દુષ્કૃત્ય અમે નથી કર્યું.
તે જે હોય તે, પરંતુ આ હુમલા પછી ઇઝરાયલ વધુ આક્રમક બનશે. બાળકોનાં નિધન થયાં તે દુખદ જરૂર છે. પરંતુ ઇઝરાયલ અને તેની પાછળ રહેલી અમેરિકા સહિતની પશ્ચિમની સત્તાઓ આવાં આવાં બહાના દર્શાવી યુદ્ધ આગળ ગાઝા-પટ્ટી અને વેસ્ટબેન્કમાંથી આરબોને હાંકી કાઢવા કટિબધ્ધ છે તે નીશ્ચિત લાગે છે.