Israel માં એટલાં વિસ્ફોટો કરીશું કે તેને પેઢીઓ સુધી યાદ રહેશેઃ Iranની ચીમકી

Share:

ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ ઈઝરાયેલ જાણે છે કે ઈરાન તેના હુમલાનો જોરદાર જવાબ આપવા માટે તૈયાર છે

Tel Aviv, તા.૧

હમાસ અને હિઝબુલ્લાહ સાથે સીધા યુદ્ધમાં ઉતરેલા ઈઝરાયેલે ઈરાન સાથે પણ દુશ્મનાવટ વ્હોરી લીધી છે. ૧ ઓક્ટોબરના ના ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયેલે ઈરાની સૈન્ય મથકો પર હુમલો કર્યો હતો. ત્યારપછી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધુ એક સંઘર્ષ થવાની શક્યતા છે. ગુરુવારે સીએનએનએ સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે ઈરાને ઈઝરાયેલ પર નિર્ણાયક અને અત્યંત પીડાદાયક હુમલાની તૈયારી કરી છે. ઈરાની સૂત્રોએ કહ્યું હતું કે તે ઈઝરાયેલમાં એવા વિસ્ફોટો અને નુકસાનની તૈયારી કરી રહ્યું છે જેને પેઢીઓ યાદ રાખશે. અમેરિકામાં ૫ નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા આ હુમલો કરવામાં આવી શકે છે. આ હુમલો સંભવતઃ ૫ નવેમ્બરે યોજાનારી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા થશે. ઈરાની સૂત્રએ જણાવ્યું હતું કે યહૂદી શાસનના આક્રમણ સામે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનનો પ્રતિભાવ નિર્ણાયક અને પીડાદાયક હશે. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ ઈઝરાયેલ જાણે છે કે ઈરાન તેના હુમલાનો જોરદાર જવાબ આપવા માટે તૈયાર છે. એટલા માટે ગયા અઠવાડિયે બેન્જામિન નેતન્યાહુ અને તેમની કેબિનેટની સુરક્ષાને લઈને નવા કાયદા પસાર કરવામાં આવ્યા હતા. જેમાં માત્ર મંત્રીઓ જ બેઠક માટે હાજર રહેશે, તેમના સલાહકારો અને અન્ય નહીં. આ સિવાય બેઠક બંકરોમાં યોજાશે અને કોઈને પણ હથિયાર રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તાજેતરમાં નેતન્યાહુના ઘર પર ડ્રોન હુમલા બાદ ઈઝરાયેલે ટોચના અધિકારીઓની સુરક્ષા વધારી દીધી છે. જો કે, ઈઝરાયેલે તેહરાનને ચેતવણી આપી છે કે તેના પ્રદેશ પર કોઈપણ હુમલાનો વધુ વિનાશક રીતે જવાબ આપવામાં આવશે. ઇઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે ગુરુવારે સવારે લેબનોન સાથેની તેની સરહદ સાથેના વિસ્તારોમાં કેટલીક મિસાઇલો અને ડ્રોન છોડવામાં આવ્યા હતા. જો કે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *