Morbi,તા.01
શહેરના ગાંધી ચોકમાં આવેલ પેટ્રોલ પંપ નજીકથી એકટીવા ચોરી કરનાર ઈસમને પોલીસે જેલ ચોકમાંથી ઝડપી લઈને ચોરી થયેલ એકટીવા રીકવર કર્યું છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ ચોરીના બનાવના ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન જેલ ચોકમાંથી એકટીવા સાથે એક ઇસમ મળી આવતા કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું જેથી પોકેટ કોપથી સર્ચ કરતા એકટીવા એ ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી થયું હતું જેની ફરિયાદ નોંધાઈ હોય જેથી પોલીસે એકટીવા જીજે 03 એફએસ ૯૩૨૫ કીમત રૂ ૨૦ હજાર વાળું કબજે લઈને આરોપી મુસ્તાક અબ્દુલ ચાનિયા (ઉ.વ.૬૦) રહે કાલિકા પ્લોટ મોરબી વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે